Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વાડીએ તરસ લાગતા ભુલથી દવાવાળુ પાણી પી જતા મોટા ભરૂડીયાના યુવાનનું મોત

સિક્કા પાસે બે ટ્રકની ટક્કર વચ્ચે ડ્રાઇવરનું મૃત્યુ

જામનગર, તા.૧૫: ડો.હેમાંગ કે.આચાર્ય એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મોટાખડબા ગામની જુના પાદરવાળી સીમમાં ભુપતસિંહ રાયબજી જાડેજા, ઉ.વ.ર૯, મોટા ભરુડીયા, તા.લાલપુર, પોતાની વાડી ખાતે પાણીની તરસ લાગતા પાણી પીવા જતા પાણીની ડોલ કે જેમા દવા વાળુ પાણી પી જતા સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જતા મૃત્યુ પામેલ છે.

મેઘપર પોલીસ સ્ટેશનમાં કરણ ઉર્ફે કીરીટ મહોબતસિંહ કંચવા, ઉ.વ.રર, રે. સિકકા ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ટ્રક નં. આર.જે.–૧૯–જી.જી.–પ૪૧૧ નો ચાલક ખંભાળીયા– જામનગર હાઈવે રોડ, આશાપુરા હોટલ સામે રોડ ઉપર પોતાનો ટ્રક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ઈન્ડીકેટર આપ્યા વગર રોડની ડાબી સાઈડ વાળી લઈ ફરીયાદી  કીરીટભાઈ ના ટ્રક નં.જી.જે.–૧૦–એકસ–૯૮૬૪ ની આગળ એકદમ આવી ઓંચીતાની બ્રેક મારતા ફરીયાદી કીરીટભાઈના ટ્રકના ડ્રાઈવર કરમણભાઈએ બ્રેક મારતા ઢસડાઈને આરોપી ટ્રક પાછળ ઘુસી જતા ફરીયાદીના ટ્રક ડ્રાઈવર સાઈડનો ભાગ દબાઈ જતા ડ્રાઈવર કરણભાઈને જમણા પગમાં ઘુટીના ઉપરના ભાગેથી કપાઈ જતા અને સાથળના ભાગે ઈજા થતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

પાણાખાણના નાકે આંકડા લખતા બે ઝડપાયા

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ ડાયાભાઈ કારેણા એ ફરીયાદ નોંધાવી છે કે, ગોકુલનગર, પાણખાણના નાકે, સુર્યોવદર હોટલની સામે, રાજુભાઈ કરણાભાઈ ચાવડા એ જાહેરમાં પુંજાભાઈ કનારા પાસે લખી લખાવી પૈસાની હારજીત કરી વર્લીમટકાના આંકડા લખેલ ચીઠ્ઠી તથા રોકડા રૂ.૧૧૩૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ગુલાબનગર પાસે જુગાર રમતા છ ઝડપાયા

 અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રભાઈ ભીખાભાઈ સોચા એ ફરીયાદ નોંધાવી છે કે, ગુલાબનગર, વાંજા વાસ, ચુનાની ભઠ્ઠીવાળી શેરી, મીનાલીપાન પાસે, હાજીશા ઉમરશા શેખ, અમીલશા મામદશાહ મકવાણી, જુમાશા ઈસ્માઈલશા શેખ, ઈરફાનશા કરીમશા શેખ, જુસબશા ઈસ્માઈલશા કારણી, આદમશા જુસબશા કારાણી, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.૧૪,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મચ્છીપીઠ પાસે જુગાર રમતા બે ઝડપાયા

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જીતેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, નવી મચ્છીપીઠ ઓસમાણ બટાકાના મકાનની બાજુમાં આવેલ જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે નીચે હનીફ હુશેનભાઈ સોઢા, અકબર અનવરભાઈ ભોકલ, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રોકડા રૂ.ર૪૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપીઓ અબ્દુલ અસગર ઉર્ફે સાકરીયા સમેજા, બીલાલ ઉર્ફે બટાટો અબુભાઈ નંગામણા, જાકીર ઉર્ફે દિવાસળી ઈસ્માઈલ, સાલેમામદ અનવર વાઘેર, ઈકબાલ અનવર દલ, અયુબ અનવર વાઘેર, મામદ પારાડી વાઘેર ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:12 pm IST)