Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

બે જ દિ'માં જામનગરના ૬૦૨૫ લોકોએ લીધી રસી

સાંસદ પૂનમબેન માડમ દ્વારા મેગા વેકસીનેશન કેમ્પને પ્રતિસાદ

જામનગર તા. ૧૫ : સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ વોર્ડમાં નિઃશૂલ્ક કોરોના રસીકરણ કેમ્પ યોજાયા હતા. આ રસીકરણ કેમ્પના દ્વિતીય દિવસે  સાંસદ શ્રી પૂનમબેન માડમએ વોર્ડ નં.૧માં શાળા નં.૨૭, વોર્ડ નં.૬માં હિંદી શાળા, વોર્ડ નં. ૮માં લેઉવા પટેલ સેવા સમાજ, વોર્ડ નં.૯માં લેઉવા પટેલ જ્ઞાતિ બહુચરાજી મંદિર, વોર્ડ નં.૧૦માં બારદાનવાલા કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.૧૧માં મુરલીધર સ્કૂલ, વોર્ડ નં.૧૨માં સતવારા સમાજવાડી અને શેખર માધવાણી હોલ ખાતે ચાલતા નોબત દ્વારા આયોજિત રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા. બે દિવસ દરમિયાનના સમગ્ર આયોજન થકી જામનગર શહેરના વિવિધ વિસ્તારના ૧૮ વર્ષથી ઉપરના ૬,૦૨૫ લોકોએ રસી લઇ પોતાને અને સમાજને સુરક્ષિત કર્યા છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના પૂર્વ ચેરમેન મનહરભાઈ ઝાલા, મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ ત્રાગડા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ ચંદ્રવદન ત્રિવેદી, કોર્પોરેટરો જશુબા ઝાલા, સોનલબેન કણજારીયા, તૃપ્તિ ખેતીયા, દિવ્યેશભાઇ અકબરી, ધર્મિનાબેન સોઢા, ધીરેનકુમાર મોનાણી, નિલેષભાઇ કગથરા, ક્રિષ્ના સોઢા, આશાબેન રાઠોડ, મુકેશભાઇ માતંગ, પાર્થ જેઠવા, તરૂણાબેન પરમાર, હર્ષાબેન વીરસોડીયા, ધર્મરાજસિંહ જાડેજા, શોભના પઠાણ, હર્ષાબા જાડેજા, જેન્તિલાલ ગોહિલ, આનંદભાઇ રાઠોડ, વોર્ડ નં. ૧ પ્રમુખ અકબરભાઇ કકકલ, મહામંત્રીઓ સંજયભાઇ રાજાણી, પ્રફુલભાઇ વાઘેલા, વોર્ડ નં.૧૨ના પ્રમુખ રઉફભાઇ ગઢકાઇ, મહામંત્રીઓ બિપીનભાઇ ચૌહાણ, દિપેનભાઇ નકુમ, અગ્રણી દિલિપસિંહ જેઠવા વગેરે મહાનુભાવો, જામનગરના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.

(1:13 pm IST)