Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ - તાલાલા ગીર પંથકમાં ભૂકંપના આંચકા

જો કે તિવ્રતા ઓછી હોવાથી ઓછા અનુભવાયાઃ બે દિવસ બાદ ફરી ધરા ધ્રુજતા લોકોમાં ચિંતા

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે આજે સવારે ૭.૧૭ વાગ્યે રાજકોટથી ૩૧ કિ.મી. દૂર ૨.૦ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો કે તેની તિવ્રતા ઓછી હોવાથી ખાસ કોઈ ગ્રામ્ય વિસ્તારોમાં અનુભવ થયો ન હતો.

જ્યારે તાલાલાગીરમાં સવારે ૧૦.૨૪ વાગ્યે ૧.૮ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ તાલાલાથી ૮ કિ.મી. દૂર હતું. આ ભૂકંપ બાદ બપોરે ૧૨.૨૮ વાગ્યે તાલાલાથી ૫ કિ.મી. દૂર ૨.૨ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

(1:28 pm IST)