Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જેતપુર સાડી ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં શા માટે છોડવા નિંર્ણય લેવાયો.??

પોરબંદર જિલ્લા ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કલેક્ટર ને ધારદાર રજુઆત

પોરબંદર : પોરબંદર જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી જેતપુરના કાપડ ઉદ્યોગનું કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં છોડવા સામે વિરોધ દર્શવ્યો છે.અત્યારે જે કાંઈ નક્કી થઈ રહ્યું છે તે મુંજબ આ મોટી યોજનાથી પોરબંદર, વેરાવળ, માંગરોળ અને દ્રારકા સુધીના તમામ ફ્રિશરીસ ઉદ્યોગોને માટે જે જોખમ ઉભું થવાની શક્યતા છે તે વિષે જો ગંભીરતાથી વિચારીશું તો અમ અખતરો કરવા જેવો નથી તેમ અમે માનીએ છીએ.

આ પાણીમાં ફીલ્ટરેશનનો ખુબજ મોટો ખર્ચ આવશે, તેને પાઈપલાઈનથી પોરબંદર સુધી પહોચાડવાનો ખર્ચ પણ ખૂબ મોટો આવશે, તો આટલા ખર્ચમાં અન્ય ટેક્નોલોજી તરફ જો નજર કરીશું તો અન્ય રસ્તાઓ, ઉકેલો જરૂર મળી જશે.

દેશમાં જે કોઈ એલ્યુમિનિયમ પ્લાન્ટો છે તેની પ્રોસેસમાં ખૂબ મોટા પ્રમાણમાં કોસ્ટીક સોડા મોટા પ્રમાણમાં વપરાય છે. અને તેનાંથી પ્રોસેસમાં જે કાંઈ લાલ કલરનો મડ બને છે, જેનુ પ્રમાણ અતિ મોટું હોય છે. હિન્ડાલકો જેવી કંપનીમાં જ માત્ર એક જ પ્લાન્ટમાં જ દરરોજ આશારે ૧૦ હજાર ટન જેટલો આ પ્રદુષણ, વાતાવરણને, જમીનને નુક્શાન કરનારો મડ જેતે એલ્યુ. પ્લાન્ટો વાળા, નજીકમાં કે દૂર તેનાં નિકાલ માટે ખૂબજ મોટી સાઈઝનાં તળાવો બનાવી તેનાથી આ મડ નાખી તેમાં કેમીકલ છાંટી તેનો વાતાવરણમાં નુંકશાન ના થાય તે રીતે નિકાલ કરતા હોય છે. આ ટેકનોલોજી અને આ પ્રકારની અન્ય ટેકનોલોજી વિષે જો સર્વે કરાય તો જેતપુરનાં ઉદ્યોગોના આ પ્રદુષિત કચરા માટે અન્ય યોગ્ય ઉકેલ મળી શકે તે નક્કી છે.

જો જેતપરમાં આ પ્રદૂષિત પાણીને ફીલ્ટર કરવાનું થશે તો ફીલ્ટરેશનનો દર વર્ષે થનારો ખુબ મોટો ખર્ચ જો ત્યાંનું એસોસીએસન તિભાવતું હોય વિગેરે બરાબર રીતે વર્ષો સુધી સંભાળશે કે સંભાળી શકશે કેમ તે વિચારણા માંગી લે છે. અને જો સરકાર તે જવાબદારી સંભાળે તો તેની વ્યવસ્થા પણ કાળજી પૂર્વક લેવાશે કે કેમ, તે સુધી તે પણ વર્ષો સુધી તે પણ વિચારણા માંગી લે તેમ છે. આપણે જાણીએ જ છીએ કે આપણી પવિત્ર નદીઓ ગંગા, યમુના, માં ઠલવાતા કચરાનું યોગ્ય વસ્થાપન અને વર્ષોથી અનેક તકલીફો કરોડોનાં ખર્ચ પછી પણા યોગ્ય રીતે સફળતા મેળવી શકાય નથી.

શું આવું ના વિચારી શકાય કે જેતપુર થી દૂર એવી ઉજજડ જગ્યામાં મોટું તળાવ/ડેમ બનાવી તેમાં આ ફીલ્ટર પાણી ઠાલવી, તેમાં કલર, કાંકરી, માટી, કદડો જે કાંઈ થોડો ઘણો હોય તે તળીયે બેસી જાય. આ તળિયા પણ એવા બને કે જેની સરવાણી આસપાસ જાય નહીં, અને આ પાણીને વધુ વિશુધ્ધ કરી. તેનો મોટા પ્રમાણમાં ખેતીમાં ઉપયોગ થાય તે પ્રમાણે ટેકનોલોજી ઉભા કરી શકાય. આપણા દેશ કોરોનાનાં કારણે અનેક પ્રકારની નવી ટેકનોલોજીની શોધ-ખોળ કરતો થયો છે, આપણાં ખૂબ મહેનતુ અને નિષ્ણાંત પણ હોય છે ત્યારે તેમની મદદ લઈ આવી કોઈ પ્રકારની ટેકનોલોજીથી આ પ્રશ્નનો એ પ્રકારે ઉકેલ લાવવો જોઈએ કે આ મીઠું - નદીનું પાણી ફરી ઉપયોગમાં આવે અને તેનાંથી ખેતીની સમૃધ્ધિ વધી શકે. જે જાહેર થયું છે તે પ્રમાણે આ ભાદર નદીનું મીઠું પાણી જો પુરતા પ્રમાણમાં પ્રોસેસ કરી ખેતીમાં અપાઈ તો પાણી નો જથ્થો એટલો છે કે તેનાથી ખેતીને ખૂબજ મોટો ફાયદો થશે. આટલા મોટા પ્રમાણમાં મળી શકતા પાણીને વિશુધ્ધ અને ખેતીને લાયક બનાવવા માટે જરૂ૨ પડે ઈઝરાયલ જેવા દેશોની ટેકનોલોજી મેળવવી પણ મોઘી પડે નહી.

(9:10 pm IST)