Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબી રાજપર રોડ પર કુતરું આડું ઉતરતા બાઈક ચાલકનું મોત

મોરબી : ટંકારાના નેસડા (ખા) ગામે રહેતા આધેડના મોટર સાઈકલ આડે કુતરું આડું ઉતરતા મોટર સાઈકલ સાથે ફંગોળાઈ જતા તેને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ ટંકારાના નેસડા (ખા) ગામે રહેતા અરવિંદભાઈ પ્રાગજીભાઈ ભાડજા (ઉ.૪૨) પોતાનું મોટર મોટર સાઈકલ જીજે ૦૩ એચએમ ૬૨૪૫ વાળું લઈને મોરબી રાજપર રોડ પર પુર ઝડપે જતા હોય દરમિયાન સમપર્ણ કારખાનામાં નજીક કુતરું આડું ઉતરતા મોટર સાઈકલ તેની સાથે ભટકાઈ જતા મોટર સાઈકલ સાથે અરવિંદભાઈ ફંગોળાઈ જઈ રોડ પર પડી જતા તેને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:58 pm IST)