Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાઓને વાવાઝોડામાં થયેલ નુકશાનીનું વળતર ચૂકવવા માંગ

હળવદ અને ધ્રાંગધ્રાના અગરિયાઓના રણમાં બેસાડેલા ૪૦૦ સોલર વોટર પંપ પેનલો તૂટી ગઈ

મોરબી :કચ્છના નાના રણ અને દરિયાઈ કાંઠે મીઠું પકવતા અગરિયાઓની સોલાર સીસ્ટમ વોટર પંપને થોડા દિવસો પૂર્વે આવેલા વાવાઝોડાને કારણે ભારે નુકશાન થયું છે જે અંગે યોગ્ય તપાસ કરી વળતર આપવા માંગ કરાઈ છે

દિશા નિર્દેશ સમિતિ ધ્રાંગધ્રા વિધાનસભા દ્વારા ઉદ્યોગ કમિશ્નર ગુજરાત સરકારને પત્ર લખી જણાવ્યું છે કે અગરિયાઓની સોલાર સીસ્ટમ વોટર પંપને વાવાઝોડામાં નુકશાન થયું છે આખા રણ વિસ્તારમાં અને દરિયા કાંઠે મીઠું પકવતા અગરિયાઓ માટે ૩૦૦૦ જેટલી સોલાર સીસ્ટમ વોટર પંપ મુકવામાં આવેલ ચ જેને ભારે નુકશાન થયું છે સરકારના ઉદ્યોગ કમિશ્નરે કરેલા પરિપત્રના નિર્દેશ મુજબ સોલર પેનલ ૮૦ ટકા સબસીડીના ધોરણે ખરીદેલ હોવા છતાં કંપનીઓ અને સોલર પ્રોવાઈડર સંસ્થાઓ ખરીદીના બીલો નથી આપ્યા વર્ષ ૨૦૧૭ ના વાવાઝોડા નુક્શાનું પણ મેન્ટેનન્સ કે નુકશાની વળતર વીમા કંપનીઓએ ચૂકવેલ નથી પ્રોવાઈડર સંસ્થાઓ ખરીદીના બીલો પણ અગરિયાઓને આપતી ના હોય જેથી સોલર સીસ્ટમ આધારિત વોટર પંપનું વળતર વીમા કંપની કે સરકાર ચૂકવશે તે પણ અધ્ધરતાલ લટકતો પ્રશ્ન છે

હળવદ અને ધ્રાંગધ્રાના અગરિયાઓના રણમાં બેસાડેલા ૪૦૦ સોલર વોટર પંપ પેનલો તૂટી ગઈ છે જેનું વળતર અગરિયા સમુદાયોને મળ્યું નથી જેથી કચ્છના નાના રણમાં વાવાઝોડામાં નુકશાન પામેલ સોલર સીસ્ટમ પેનલો વળતર માટે સપ્લાય કરનાર કંપનીઓ અને એની પ્રોવાઈડર એજન્સીઓની ૮૦ ટકા સબસીડી મામલે યોગ્ય તપાસ કરીને અગરિયાઓને સોલર પેનલનું વળતર ચૂકવાય તેવી માંગ કરી છે

(10:05 pm IST)