Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગોંડલ મા યુવા ભાજપ દ્વારા ત્રીરંગા યાત્રાનુ આયોજન

યાત્રા જેતપુર રોડ ત્રણ ખુણીયાથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કોલેજ ચોક મહારાણા પ્રતાપના પુતળા પાસે પુર્ણ થઇ

ગોંડલ : ગોંડલ યુવા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનને આઠ વર્ષ પુર્ણ થયા હોય તે અંતર્ગત ત્રીરંગા યાત્રા નુ આયોજન કરાયુ હતુ.બાઇક પર નિકળેલી યાત્રા જેતપુર રોડ ત્રણ ખુણીયાથી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી કોલેજ ચોક મહારાણા પ્રતાપના પુતળા પાસે પુર્ણ થઈ હતી.ત્રીરંગા યાત્રામા યુવા ભાજપ પ્રમુખ રવિભાઇ કાલરીયા, અશોકભાઈ પિપળીયા ,પ્રવિણભાઈ રૈયાણી,ઓમદેવસિંહ જાડેજા, સમીરભાઈ કોટડીયા,જયદિપસિંહ જાડેજા સહિત યુવાનો જોડાયા હતા.

(1:21 am IST)