Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

માળીયાના જુદા જુદા ગામોના ૧૦૫ કરોડના ખર્ચે ૨૦ કી.મી.ના નવા ચાર રસ્તાઓ બનશે.

મોરબી-માળીયા(મી) ૦૫ કરોડના ખર્ચે ૨૦ કી.મી.ના નવા ચાર રસ્તાઓ બનશે. માળીયામાં જુદા જુદા ગામના રસ્તાઓ બાબતે સતત પ્રયાસો કરી રહેલા મંત્રી બ્રિજેશભાઈ  મેરજાને માળીયા(મી) તાલુકાના (૧) વવાણીયાથી બગસરા(ગ્રામ્ય માર્ગ), (૨) જાજાસરથી દેવગઢ(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) (૩) દેવગઢથી માળીયા(મી)(ગ્રામ્ય નોન પ્લાન માર્ગ) અને (૪) જાજાસરથી બગસરા કાર્ટટ્રેક રસ્તાના અંદાજે રૂા.૧૦૫ કરોડના ખર્ચે મંજુર કરાવવામાં સફળતા મળી છે.
મોરબી માળીયા(મી) પંથકમાં નોન પ્લાન રસ્તા હોય કે રીસરફેશના રસ્તાના કામો હોય તથા ટુ લાઇન બનાવવાના કે ફોરલાઇન રસ્તાઓ બનાવવાના હોઇ, આવાં રસ્તાઓને સંદર્ભે ક્ષેત્રિય ઇજનેરો પાસેથી માહિતી મેળવીને, વર્તુળ કચેરીથી માંડી સચિવાલય સુધી આવા કામોના સતત ફોલોઅપ કરતાં રહીને સમયમર્યાદામાં આ કામો મંજુર થાય તે માટે મંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ સતત જહેમત ઉઠાવી હતી. આ ચાર રસ્તાઓ બદલ રાજયના માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી પરત્વે આભારની લાગણી બ્રિજેશભાઈ  મેરજાએ વ્યકત કરી હતી.

(4:24 pm IST)