Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં ૦૯ ના કાર્યકરોની અગત્યની મીટીંગ યોજાશે.

કોંગ્રેસ આગેવાનો, હોદેદારો, નગરપાલિકાના ચુંટણી લડેલ ઉમેદવારો અને સર્વે કાર્યકરોને ઉપસ્થિત રહેશે

મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નં ૦૯ માં કોંગ્રેસ કાર્યકરોની અગત્યની મીટીંગ તા. ૧૫ ને બુધવારના રોજ રાત્રે ૦૮ : ૩૦ કલાકે એ કે પટેલ હોલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી ખાતે યોજાશે
જે મીટીંગમાં વોર્ડ ૦૯ ના કોંગ્રેસ આગેવાનો, હોદેદારો, નગરપાલિકાના ચુંટણી લડેલ ઉમેદવારો અને સર્વે કાર્યકરોને ઉપસ્થિત રહેવા જણાવ્યું છે મીટીંગમાં વિવિધ મુદે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને મીટીંગ પૂર્ણ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

(9:47 am IST)