Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા 26 જૂને રંગારંગ કાર્યકમનું ભવ્ય આયોજન.

મોરબીમાં આગામી ૨૬ જૂનને રવિવારના રોજ બપોરે 3:30 કલાકે મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા જ્ઞાતીની વાડી, 10-11, સાવસર પ્લોટમાં રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સૌ જ્ઞાતિજનો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, મોરબી યુવક સમિતિ તથા મહિલા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. જે અંગે યુવક સમિતિના અંબરીશભાઈ બી.જોષીની યાદીમાં જણાવામાં આવ્યું હતું કે, આ કાર્યક્રમમાં 10 વર્ષથી નીચેની ઉમરના બાળકો માટે વેશભૂષા અને 5 થી 13 વર્ષની ઉમરના બાળકો માટે સંગીત ખુરશી, લીંબુ ચમચી અને એક મીનીટ ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે 5 મિનિટની સમય અવધીમાં બાળકો તથા યુવાનો પસંદ અપની અપની કેટેગરી હેઠળ ડાન્સ, અભિયન, સીંગીંગ કે અન્ય કોઈ પણ કૃતિ સ્ટેજ પરથી રજુ કરી શકાશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ રંગારંગ કાર્યક્રમમાં માત્ર જ્ઞાતિજનો જ ભાગ લઈ શકશે.કાર્યક્રમના એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે રૂા.50/- એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે.એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લઈ શકાશે. (દરેક ઈવેન્ટ માટે એન્ટ્રી ફી ભરવાની રહેશે.),  ઈવેન્ટમાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂ૫ ગીફટ આપવામાં આવશે એક કરતા વધુ ઈવેન્ટમાં ભાગ લેનારને એક જ પ્રોત્સાહન રૂપ ગીફટ આપવામાં આવશે. પસંદ અપની અપની ઈવેન્ટમાં ભાગ લેનારે તા.19,જુન, 2022ના રોજ ઓડીશન આપી પોતાની કૃતિને સ્વીકૃત કરાવવાની રહેશે અન્યથા તે કૃતિ રજુ કરી શકશે નહિં. પસંદ અપની અપની ઈવેન્ટમાં ડાન્સ કે સીગીગ કૃતિ રજુ કરનારે પેન ડ્રાઈવ તૈયાર કરી ઓડીશન સમયે, આયોજકને તેની કોપી આપવાની રહેશે. એન્ટ્રી ફી ભરી નામ નોંધાવવા માટેની છેલ્લી તા.16,જુન, 2022 રાખવામાં આવેલ છે.
આ અંગે વધુ વિગત કે અન્ય માહિતી માટે યુવક સમિતિના અંબરીશભાઈ બી.જોષીનો 94262 21466, 81603 24155 પર સંપર્ક કરવો પર સંપર્ક કરવો. અને નામ નોંધાવવા માટે જ્ઞાતીની વાડીના મેનેજર દિલીપભાઈ જાનીનો સંપર્ક કરવો તેમ અંબરીશભાઈ બી.જોષીની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(9:48 am IST)