Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્‍યુઃ એક સાથે છ કેસ નોંધાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૫: રાજ્‍યની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. હાલ કોરોનાના છ પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્‍યારે આજે એક સાથે નવા છ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્‍તારમાં ૫૨ વર્ષીય મહિલા, મોમાઈ ચોક કાળીયાબીડમાં રહેતા ૫૬ વર્ષીય મહિલા, વાઘાવાડી રોડ ઉપર રહેતી ૨૬ વર્ષીય યુવતીનો, ઈસ્‍કોન મેગા સીટીમાં રહેતા ૮૬ વર્ષીય વળધ્‍ધ મહિલા તેમજ રૂપાણી નજીક રહેતા ૨૬ વર્ષીય યુવતી તેમજ કાળાનાળા વિસ્‍તારમાં રહેતા ૫૮ વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે. આજે એક સાથે છ નવા કેસ મળતા સંક્રમણ વધતા ચિંતા વધી રહી છે. લોકોને સાવચેતી માસ્‍ક પહેરા અને સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ રાખવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. હાલ ભાવનગર શહેરમાં કુલ ૧૨ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ૧ દર્દીને હોસ્‍પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે જ્‍યારે ૧૧ દર્દીઓ હોમ આઈસોલેટેડ છે.

(10:03 am IST)