Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

માળીયાના બગસરાના યુવાને ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી.

માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને શ્રમિકે મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજુઆત કરી ઈચ્છા મૃત્યુ માંગ્યું

મોરબી : માળીયા તાલુકાના મીઠાના અગરમાં કામ કરીને રોજીરોટી મેળવતા શ્રમિકે માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળીને અંતે ઇચ્છા મૃત્યુની મંજુરી માંગતા ખળભળાટ મચી ગયો છે. તેમણે મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજુઆત કરીને તેમના મીઠાના અગરમાં માથાભારે શખ્સોએ કરેલા દબાણો દૂર કરી તેમની સામે કાર્યવાહી કરવા અન્યથા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવા જણાવ્યું છે.
માળીયા બગસરા ગામના શ્રમિક વાઘેલા કિશોરભાઈ સુજાભાઈએ સ્થાનિક કલેકટર તેમજ મુખ્યમંત્રી અને ગુહમંત્રીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, તેમને રોજીરોટી માટે બગસરા ગામે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં કલેકટર દ્વારા અગાઉ મીઠાનું ઉત્પાદન કરવા ખરાબાની જગ્યા ફાળવી હતી. પરંતુ અમુક માથાભારે શખ્સો લેન્ડ ગ્રેબીગની અરજી કરી હતી. જેની કલેકટરને પણ રજુઆત કરી હતી. આ માથાભારે શખ્સો ગેરકાયદે કબ્જો ધરાવી ત્રાસ આપતા હોય માળીયા પોલીસ મથક અને એસપી સુધી રજૂઆત કરવા છતાં તેમની સામે ફોજદારી કાર્યવાહી થઈ નથી. આથી 30 દિવસમાં આ માથાભારે શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અન્યથા ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની માંગ કરી છે

(1:31 pm IST)