Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મતદારો સાથે ગદાસ કરનારાને ઘરભેગા કરવા સૌએ ઝુંબેશ ઉપાડવી જોઇએ : ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ,તા. ૧૫ : જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યુ છે કે, ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્‍યોને તથા આગેવાનોને ભાજપમાં પ્રવેશ કરાવવાની ઝંખના મહેચ્‍છાથી હોડ જામી છે. અમુક માટે ખરીદ-વેચાણ મંત્રીમંડળમાં સમાવેશ, ટીકીટો કે હોદ્દા આપવાની લાલચ-મધલાળ આપવામાં આવે છે. ભાજપની મહત્‍વકાંક્ષા કોંગ્રેસ મુકત ગુજરાત કે ભારત બનાવવાની રહી છે. દેશને આઝાદખી અપાવવામાં કોંગ્રેસ જ મહત્‍વનું બલિદાન અને યોગદાન આપ્‍યુ છે. જેલવાસ ભોગવ્‍યા છે. શહિદી વહોરી છે એ ભુલાય ગયુ છે.

હાલમાં ભાજપમાં નીતી, સિધ્‍ધાંત મૂલ્‍ય રાજકારણ પ્રમાણિકતા વિગેરે નષ્‍ટ થતા જાય છે. વાણી અને વર્તન જુદા છે અટલ બિહારી બાજપાઇજીના વડાપ્રધાનના વિશ્વાસના મત વખતે સાંસદોની મૂલ્‍ય નિષ્‍ઠાને લીધે ૧ મતે હાર થયેલી એ સૌ કોઇ જાણે છે કોંગ્રેસ મુકત ગુજરાત બનાવવા માટેની લોલુપતાને લીધે હાલમાં કોંગ્રેસયુકત ભાજપ બનતુ જાય છે એ હકીકત છે.

ભાજપના ધારાસભ્‍યો સીનીયર આગેવાનો વિગેરી અવગણાના કરી કોંગ્રેસમાંથી આવેલાનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે છે છતાં ભાજપના ધારાસભ્‍યો, આગેવાનો, કાર્યકર્તા મૂક બની સહન કરે છે. જૂના જોગીઓમાં અંદરખાને નારાજગી હોવા છતાં પાર્ટીની શિસ્‍તના બહાના તળે કોઇ બોલી શકતા નથી એ વાસ્‍તવિકતા છે.

કોંગ્રેસના ધારાસભ્‍ય પદેથી રાજીનામુ આપી ભાજપમાં પ્રવેશ કરનાર ધારાસભ્‍યો પોતાના સ્‍વાર્થ માટે મતદારો સાથે ગદારી કરે છે. માટે આવા રાજકારણીઓને ઘરે ભેગા કરવા તમામ પક્ષના મતદારો, આગેવાનો અને કાર્યકર્તાઓએ ઝુંબેશ ઉપાડવી જોઇએ. જેથી આવી પ્રવૃતિ અટકે બાકી વિપક્ષો કે ભાજપના હોદેદ્દારોએ ફકત જોયા કરવાથી કાંઇ વળવાનુ નથી સમાજના તમામ વર્ગના લોકોએ સંગઠીત થઇ લોકશાહીની લાંચન લાગે એવી પ્રવૃતિને અટકાવવા પક્ષાપક્ષીથી દૂર રહી કોઇને ડર રાખ્‍યા વગર વ્‍યાજબી વાતને સમર્થન આપવાની જરૂર છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યુ છે.

(10:09 am IST)