Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સરકાર તાત્કાલિક ધોરણે માસ એપ્રિલથી કચ્છની તમામ પાંજરાપોળો અને ગૌશાળા ટ્રસ્ટોને જાહેરાત મુજબ પશુ દીઠ રૂ. ૩૦ સહાય ચૂકવી પશુઓને બચાવે: કોંગ્રેસી અગ્રણી વી.કે. હુંબલની માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫

 ગુજરાત સરકાર દ્વારા પાંજરાપોળ તેમજ ગૌશાળા ટ્રસ્ટને માસ – એપ્રિલ થી પશુદીઠ દરરોજ ૩૦ રૂપિયા લેખે જાહેરાત કરવામાં આવેલ છે પરંતુ માસ – એપ્રિલ, મે અને જુન પૂર્ણ થવાની તૈયારી છે પરંતુ સબસીડી પશુ સહાય આપવા બાબતે કોઈ કાર્યવાહી શરૂ કરાયેલ નથી. અત્યારે પાંજરાપોળો અને ગૌશાળાની પશુ નિભાવવાની પરિસ્થિતિ ખુબ ખરાબ છે અને ભર ઉનાળામાં સમયસર સબસીડી સહાય ના મળે તો શું સરકાર ભરચોમાસામાં સહાય આપવા માંગે છે. ખરેખર અત્યારે ઉનાળાની સીઝનમાં ઘાસચારાની તકલીફ છે, ભાવો ખુબ વધી ગયા છે ત્યારે જ પશુઓને બચાવવા માટે સરકાર તાત્કાલિક હરકતમાં આવે અને જાહેરાત મુજબ માસ એપ્રિલથી સબસીડી ચૂકવી શકાય તે માટે પાંજરાપોળ તેમજ ગૌશાળા ટ્રસ્ટની તપાસણી થવી જોઈએ, પશુધનની ગણતરી થવી જોઈએ. ટ્રસ્ટ પાસેથી વિગતો મેળવવી જોઈએ પરંતુ આ કાર્યવાહી કોઈ પણ જગ્યાએ થયેલ નથી. 

 

        અત્યારે કચ્છ જીલ્લામાં પશુઓને પીવાના પાણીની તકલીફ છે, ઘાસચારાની તકલીફ છે. અને દાતાઓ તરફથી દાનની રકમ પણ ઓછી મળવા લાગેલ છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે કચ્છની પાંજરાપોળ

અને ગૌશાળા ટ્રસ્ટને માસ એપ્રિલથી પશુધનની સંખ્યા મુજબ સહાય ચુકવવાની માંગ કરવામાં આવે છે.

(10:33 am IST)