Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જસદણની ગોવર્ધનનાથજી હવેલીમાં આમ્ર મનોરથનાં ભવ્‍ય દર્શન યોજાયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૫: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની ગોવર્ધનનાથજીની તથા બાલકૃષ્‍ણ લાલજીની હવેલીમાં જેઠ સુદ પૂનમનાં દિવસે ઠાકોરજીને મોટી સંખ્‍યામાં કેરી ધરાવવામાં આવી હતી. આમ મનોરથનાં દર્શન માટે મુખ્‍ય મુખ્‍યાજી ઘનશ્‍યામભાઈ જોશીએ ઠાકોરજીને કેરી ધરાવી હતી.

જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્‍યું હતું કે તાજેતરમાં હવેલીનું આકર્ષક રીનોવેશન કરવાના આવ્‍યું છે. અદ્યતન ઝુમર, પીઓપી, આકર્ષક લાઈટ, નવી ટાઇલ્‍સ સાથે નવા રંગ રૂપ સાથે તૈયાર થયેલી હવેલીમાં મોટી સંખ્‍યામાં લોકો દર્શનનો લાભ લઇ રહ્યા છે. જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપરાંત ટ્રસ્‍ટીઓ ભરતભાઈ જનાણી, મંત્રી ધર્મેશભાઈ કલ્‍યાણી, સહમંત્રીઓ નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશી, ટ્રસ્‍ટીઓ ભરતભાઇ ધારૈયા, હસુભાઈ ગાંધી, બટુકભાઈ તન્ના, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા અને કમલેશભાઈ ચોલેરા, ખજાનચી ચંદુભાઈ વડોદરીયા અને આમંત્રિત ટ્રસ્‍ટી મંડળના અશોકભાઈ મહેતા સહિતના લોકોએ વ્‍યવસ્‍થા સંભાળી હતી.

(10:43 am IST)