Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદરના સમર્થ રાઠોડને રાયફલ શુટીંગમાં ગોલ્‍ડમેડલ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા. ૧૫ : જામનગરમાં યોજાયેલ રાયફલ શુટીંગ ચેમ્‍પીયનશીપમાં પોરબંદરના સમર્થ રાઠોડે એર રાઇફલ ૧૦ મીટર સ્‍પર્ધામાં ઉત્‍કૃષ્‍ઠ દેખાવ કરીને ગોલ્‍ડ મેડલ મેળવીને પોરબંદર રાયફલ્‍સ શુટીંગ કલબનું ગૌરવ વધારેલ છે.

રાયફલ્‍સ કલબના કોચ દીવ્‍યરાજસિંહ રાણા તથા સભ્‍યોએ સમર્થ રાઠોડને અભિનંદન પાઠવ્‍યા છે. સમર્થે પોરબંદર રાયફલ્‍સ શુટીંગ કલબના તાલીમ મેળવી હતી અને જામનગર ડીસ્‍ટ્રીકટ એન્‍ડ ઓપન શુટીંગ ચેમ્‍પીયનશીપમાં ગોલ્‍ડમેડલ સાથે વિજેતા થયેલ છે તેઓ ચીફ જયુડીસીયલ મેજીસ્‍ટ્રેડના પુત્ર થાય છે.

(10:46 am IST)