Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ધારી પંથકમાં સાડા ત્રેવીસ લાખનો દારૂ ઝડપાયો

ગોવિંદપુર ગામની સીમમાંથી દારૂને સગેવગે કરાયએ પહેલા પોલીસે ઝડપી લીધો : ૮૦૫૨ બોટલો મળી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૧૫ : ભાવનગર રેન્‍જ આઇ.જી.પી. અશોક કુમારે ભાવનગર રેન્‍જ જીલ્લામાંથી દારૂ જુગારની બંદી દૂર કરવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર રેઇડો કરવા જરૂશ્રી સુચના આપેલ હોય અને કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાનાઓએ આ બાબતે માર્ગદર્શન પુરૂ પાડી અને દારૂ તથા જુગારની પ્રવૃતિ આચરતા ઇસમોને પકડવાના પ્રયત્‍નશીલ રહેલા.

જે અન્‍વયે ધારી પોલીસ ટીમ ધારી પો.સ્‍ટે. વિસ્‍તારમાં ના.રા.પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે ગોવિંદપુર ગામની સીમમાં આવેલ ધોકાધાર નામથી ઓળખાતા સીમ વિસ્‍તારમાં ભારતીય બનાવટની ઇંગ્‍લીશ દારૂના જથ્‍થાનું પરીવહન થતુ હોય ધારી સબ ઇન્‍સપેકટર ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ ધારી પો.સ્‍ટે.ની ટીમે ત્રાટકી પ્રોહી મુદ્દામાલ સગેવગે થાય તે પહેલા જ આરોપીઓના વાહનમાં રાખેલ ભારતીય બનાવટનો આઇએમએફએલ વિદેશી દારૂ જુદી-જુદી બ્રાન્‍ડની બોટલો સાથે આરોપીને પકડી પાડી તેના વિરૂધ્‍ધ ધી ગુજરાત પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરેલ.

આ ગુન્‍હામાં હીમતભાઇ સુખાભાઇ રાણાવાડીયા (ઉવ.૩૦) ધંધો. ડ્રાઇવીંગ રહે. દલખાણીયાને ઝડપી લેવાયો છે. જ્‍યારે (૧) શબીર ઉર્ફે સબુ આમનભાઇ નાયા રહે. દલખાણીયા, (૨) અશોક લેલન કંપનીનું કન્‍ટેનશ નં.એચઆર.૫૫-એસી-૬૬૯૪નો ચાલક (૩) મહીન્‍દ્રા કંપીનનું બોલેરો પીકઅપ નં. જીજે-૧૩-એટી-૭૨૯૮નો ચાલક, (૪) રેનોલ્‍ટ કંપનીનું ડસ્‍ટર કાર નં. જીજે-૧૮-બીબી-૪૮૪૯નો ચાલક ફરાર થઇ ગયા છે.

ભારતીય બનાવટ વિદેશી દારૂ આઇએમએફએલની અલગ અલગ બ્રાન્‍ડની ૭૫૦ એમએલ બોટર ૨૭૭૨ તથા ૧૮૦ એમએલની ૫૨૮૦ કિ. રૂા. ૨૩,૫૩,૮૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૩, કિ. રૂા. ૭૦૦૦ તથા અશોક લેલન કંપનીનું કન્‍ટેનર જેના રજી નં. એચઆર-૫૫-એસી-૬૬૯૪ વાહન કિ.રૂા. ૧૭,૦૦,૦૦૦ તથા મહીન્‍દ્રા કંપનીનું બોલેરો પીકઅપ જેના રજી નં.જીજે-૧૩-એટી-૭૨૯૮ કિ. રૂા. ૩,૫૦,૦૦૦ તથા રેનોલ્‍ટ કંપનીની ડસ્‍ટર કાર જેના રજી નં. જીજે-૧૮-બીબી-૪૮૪૯ ની કિં.રૂા. ૪,૦૦,૦૦૦ ટાટા ૪૦૭ની કિ.રૂા. ૩,૫૦,૦૦૦ વાહન ની કુલ ઁિક.રૂા. ૨૮,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૫૧,૬૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરેલ છે. 

(10:47 am IST)