Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કોટડાસાંગાણી : મુસ્‍લિમ એકતા મંચ દ્વારા આવેદન

કોટડાસાંગાણી : ગોંડલ મુસ્‍લિમ એકતા મંચના સભ્‍ય દ્વારા ગુસ્‍તાખે રસુલ નુપુલ શર્મા અને નવીન જિંદાલના વિરોધમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવામાં આવ્‍યું. ગોંડલ રેલ્‍વે સ્‍ટેશન પાસે સવારે ૧૧:૩૦ કલાકે કોઇ પણ જાતનો દેખાવો, સુત્રોચ્‍ચાર વગર અને મૌનધારણ કરીને આવેદન પત્ર આપેલ હતું. તેમાં ગોંડલ મુસ્‍લિમ એકતા મંચ પ્રમુખ ઇમ્‍તિયાઝ શેખ, ઉપપ્રમુખ જુમાભાઇ ગુગા, સલીમભાઇ લાઇજી, ફિરોજભાઇ શેખ (વકીલ), મુનિરબાપુ બુખારી, શફિકભાઇ મેમણ, સલીમભાઇ, રફીકભાઇ સૈયદ, રૂસતમ સેતા, તથા ગોંડલ મુસ્‍લિમ એકતાના સભ્‍ય હાજર રહ્યા હતા. (તસ્‍વીર-અહેવાલ : બસીર બાંગા -કોટડાસાંગાણી)

(10:47 am IST)