Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કોડીનારના યુવક ઉપર ત્રણ શખ્‍સોનો જીવલેણ હુમલો

કોડીનાર,તા. ૧૫ : કસ્‍બા પટેલ શેરીમાં રહેતા આરીફ ઇકબાલભાઇ બેલીસમ નામનો યુવક બપોરે બાઇકમાં તેના મિત્ર સાથે વાડીએ જઇ રહ્યો હતો. ત્‍યારે રોણા જ બાયપાસ ચોકડી પાસે ત્રણ શખ્‍સોએ જુના ઝગડાનું મનદુઃખ રાખી આરીફની મોટર સાયકલને પછાડી આરીફ ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા આરીફને રા.ના. વાળા હોસ્‍પિટલે સારવારમાં ખસેડવામાં આવતા આરીફને માથાના તથા શરીરના અન્‍ય ભાગોમાં ૯ જેટલા ટાંકા આવતા પોલીસે ઇજાગ્રસ્‍ત આરીફનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(10:48 am IST)