Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભગવાન શ્રી દ્વારકાધીશજીને જયેષ્‍ઠા અભિષેકઃ નૌકા વિહારનો મનોરથ ઉત્‍સવ

દર્શનાર્થીઓએ ઠાકોરજીનો ખુલ્લા પડદે સ્‍નાનનો લાભ લઈ ધન્‍યતા અનુભવી

રાજકોટઃ જેઠ મહિનાની અંદર ગરમીનો પ્રકોપ વધુ હોય છે તેથી ગરમીના પ્રકોપને ઓછી કરવા ભગવાન શ્રી દ્વારકાધીશને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સવારે જયેષ્‍ઠા અભિષેક અને સાંજે નૌકા વિહારનો મનોરથ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો.
 પુનમનાં આગલે દિવસે પુજારી પરિવાર દ્વારા દ્વારકામાં આવેલ પૌરાણિક અઘોર કુંડમાંથી પવિત્ર જલને નાચતા ગાતા શોભા યાત્રા રૂપે મંદિરમાં લાવી ઠાકોરજી ને બલ અને ઠંડારક મળેએ હેતુથી તે જલ માં ઔષધિ ઓ પધરાવવામાં આવી અને બીજા દિવસે આ જલથી સવારે ખુલ્લા પડદે સ્‍નાન કરાવવામાં આવ્‍યાં. દર્શનાર્થીઓને વર્ષ દરમિયાન બે જ વખત ઠાકોરજીનો ખુલ્લા પડદે સ્‍નાનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી.
અને સાંજે ઠાકોરજીની ઉત્‍સવ મુર્તિ ગોપાલજીને નીજ મંદિરમાં પાણી ભરેલા હોજ કુંડમાં એક નાવ પધરાવી ‘નૌકા વિહાર'નો ઉત્‍સવ મનોરથ ઉજવાયો. (વૃંદા પાઢીયા, દ્વારકા)

 

(4:23 pm IST)