Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

લોધીકા ખીમાણી વિદ્યાલયમાં શિક્ષકોના અભાવે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય અધ્ધરતાલ : વાલીઓમાં ચિંતા આમાંથી કયાં ભણશે ગુજરાત

  (સલીમ વોરા દ્વારા)લોલોધીકા તા.૧૫ લોધીકા ૩૮ ગામ નો નાનો તાલુકો છે શૈક્ષણિક રીતે પણ આ તાલુકો અર્થાત છે અધૂરા માં આ ગામે આવેલ ગ્રામ પંચાયત સંચાલિત ખીમાણી હાઈસ્કૂલમાં આ શાળામાંથી નિવૃત્ત થયા શિક્ષકો પાછા નવા શિક્ષકો આચાર્યની ભરતી કરવામાં આવેલ નથી હાલ તકે શાળામાં એક પટાવાળા સિવાય તમામ જગ્યા ખાલી હોવાથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વંચિત રહે છે ઘણા સમય છે વિદ્યાર્થી શિક્ષક વગર ભણી રહ્યા છે. !

 હા ગામે માજી સરપંચ પરબતભાઈ ભુત તથા આ ગામના જાગૃત આગેવાન સ્વ.શ્રી ગુમાનસિંહ જાડેજાના પ્રત્યેક થકી ખીમાણી પરિવાર તરફથી જેના દાન થકી અહીં આ ગામે આધુનિક સુંદર શૈક્ષણિક સંસ્કૃતિ વિશાળ રમત ગમત મેદાન ફેન્સીંગ વગેરેથી આ ગામે શાળાનું નવનિર્માણ થયેલ પરંતુ આ ગામની કમનસીબી એ છે કે સહકારી શાળામાં શિક્ષકોની નિમણૂક સરકાર શ્રી તરફ થી કરવામાં આવેલ ન હોવાથી શાળા માં અભ્યાસ કરવા માટે બાળકોને નાછૂટકે ખાનગી શાળામાં જવું પડે છે

લોધીકા તાલુકા ના આજુબાજુ ના ગામ ચાંદલી. જેતાકુબા. કોઠા પીપળીયા. અભેપર . સાંગણવા માખાવડ ચાપાબેડા જેવા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ શાળામાં શિક્ષકોને નિમણુક ઘટ હોવાથી ગરીબ આર્થિક પછાત વર્ગના બાળકો વાર્ષિક ૨૫ હજાર રૂપિયા ફિ ભરી ન શકવાના અર્થ હોવાથી ના છૂટકે અભ્યાસ પડતો મૂકી બાળ મજુરી કરવી પડે છે આ શાળામાં ધોરણ ૯ ૧૦ સુધીના જ વર્ગ છે

આ  ગામે દાતાના સહયોગથી આલીશાન અધતન વિશાળ શાળાનું સંકુલ છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન શિક્ષકો વગર આ શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે આવે છે પરંતુ નિરાશ વદને પરત જતા રહે છે

સરકારના નેમ અને હેતુ એવા છે કે ''ખેલે ગુજરાત - ભણશે ગુજરાત'' પણ આમાં શિક્ષકો વગર બાળકો કેવી રીતે ભણે? ઉપરોકત વિષયે પરત્વે અમારી યોગ્ય રજૂઆત દ્વારા વહેલી તકે આ શાળામાં કાયમ માટે શિક્ષકોની નિમણૂક થાય એવી રજૂઆત સરપંચ  સુધાબેન વસોયા ઉપ સરપંચ શ્રી દિલીપભાઈ મારકણા પૂર્વ સરપંચ મનુભાઈ સોલંકી તેમજ સામાજિક કાર્યકર ગૌરવ હંસોરા વગેરે એ કરેલી છે.

(11:36 am IST)