Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

રાજકોટ-દિવ બસ બાબતે ‘‘શેઠની શીખામણ ઝાંપા સુધી'' જેવો તાલ.......

કોડીનાર,તા.૧૫:   ઘણો વર્ષોથી સંચાલિત  રાજકોટથી બપોરે ઊપડતી અને દિવ નાઈટહોલ્‍ટ કરી દિવથી ફરી વહેલી સવારે ઊપડતી રાજકોટ-દિવ રૂટની બસો ખુબ ચર્ચામાં છે. દિવ ઊના કોડીનાર પંથકનાં લોકોને વહેલી સવારે જુનાગઢ, રાજકોટ પહોંચવા માટે આ બંને બસો ખૂબજ ઉપયોગી છે. જે પૈકીની એક બસ વર્ષો સુધી વાંકાનેર-દિવ તરીકે ખૂબજ સારી આવક સાથે સંચાલિત થતી રહી. આ પંથકમાં ભિલોડા-ઊના બસ પછી આ બસ આવક તથા સમયપાલન માં બીજા નંબરે હતી. આ ઉપરાંત રાજકોટથી બપોરે ઊપડી વહેલી સાંજે કોડીનાર ડોળાસા પંથકમાં આવી જતી હોય ગ્રામ્‍ય વિસ્‍તારોમાં જતાં લોકોને પણ અનુકુળતા રહેતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ બસનું સંચાલન લોકોની સુવિધાને ધ્‍યાને લેવાના બદલે સુવિધા મુજબ સંચાલન થઈ રહ્યું હોય તેવું લાગે છે. કારણકે તમામ બસોમાં જીપીએસ સુવિધા ઉપલબ્‍ધ છે. પરંતુ આ બંને બસોમાં જીપીએસ સુવિધા ઉપલબ્‍ધ નથી. જો આ સુવિધા ઉપલબ્‍ધ હોય તો વહેલી સવારે દીવથી કોડીનાર વચ્‍ચે આ બસ કયાં પહોંચી એ જાણી શકાય.

આ ઉપરાંત રાજકોટથી આ બસ સમયસર ઊપડે તો કોડીનાર ખાતે સાંજે સાડા પાંચ વાગ્‍યે પહોંચી જાય જેથી ગ્રામ જનતાને ઘરે જવા માટે તકલીફ ન પડે. અગાઊ આ બસ સાંજે સાડા પાંચ વાગ્‍યે કોડીનાર પહોંચતી હતી. પરંતુ સ્‍ટાફને જાણે કે દિવ પહોંચવાની ઉતાવળ જ નહોય એવું લાગી રહ્યું છે. ઇરાદાપૂર્વક આ બસ રાજકોટથી મોડી ઉપાડવામાં આવતી. આ બાબતે  રજૂઆત કરવામાં આવતા થોડા સમય માટે નિયમિત ચલાવાય.  થોડો સમય અમલવારી કરી ફરી પાછા પોતાની મનમાની કરવામાં આવતા ૅશેઠની શીખામણ ઝાંપા સુધીૅ જેવો તાલ થયો છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ બસને જુનાગઢ સુધી હોલ્‍ટ નહોતો પરંતુ મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી જેતપુર આજુબાજુ હોલ્‍ટ આપવામાં આવ્‍યો છે. જે બતાવે છે કે દિવ તો વહેલું પહોંચવું જ નથી. ‘‘પુષ્‍પા ઝુકેગા નહીં સાલા''જેવો ઘાટ થયો છે. ત્‍યારે પોતાના અહમને બાજુ પર મુકી  લોકોના હિતની વાત ધ્‍યાનમાં લઈને તંત્ર યોગ્‍ય કરે તેવી અપેક્ષા છે.

(11:40 am IST)