Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ઉનામાં જોરદાર ઝાપટા સાથે ૧ ઇંચ

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧પ : દિવસ દરમિયાન વરસાદના જોરદાર ઝાપટા વરસી જાય છે. ગઇકાલ સવારથી સમયાંતરે શરૂ થયેલ ઝાપટા સાંજ સુધી પડયા હતાં અને રાત્રીના પણ ઝાપટા ચાલુ રહયા હતા. આજે સવારે જોરદાર ઝાપટુ પડી જતા આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાકમાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો.

શહેરમાં  ગઇકાલ સવારથી દિવ દરમિયાન ઝાપટા વરસી ગયા બાદ સાંજે પ વાગ્‍યા થી ૩ મીનીટ સુધી બે જોરદાર વરસાદી ઝાપટા વરસી ગયેલ હતા.

શહેરીજનોએ પ્રથમ વરસાદ મોસમનો અનુભવ કરેલ હતો અને ગઇકાલે સાંજ સુધીમાં અડધો ઇંચ વરસી ગયેલ  રોડ ઉપર વરસાદી પાણીના ખાબોચીયા ભરાઇ ગયા હતા. તેમજ ગ્રામ્‍ય વિસ્‍તાર ઉમેજ, નાણેજ, સામતેર, ગાગડામાં અડધો ઇંચ વરસાદનાં અહેવાલ મળેલ છે. વરસાદી વાતાવરણમા ઠંડક  થઇ ગઇ હતી. વરસાદ બંધ થતા બફારો શરૂ થયો છે. ર૪ કલાકમાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો.

(11:41 am IST)