Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડિયા ગ્રામપંચાયતની ગ્રામસભામાં મહિલાઓએ પ્રાથમિક સુવિધાના પ્રશ્‍નોનો મારો વરસાવ્‍યો

ટૂંકા ગાળામાં પ્રશ્‍નોનું નિરાકરણ લાવીશું સરપંચ મનીષ ઢોલરીયા : ગ્રામસભામાં મામલતદાર સ્‍ટાફ, આરોગ્‍ય સ્‍ટાફ અને સંકલન અધિકારીની સૂચક ગેરહાજરી

 (ભીખાભાઇ વોરા દ્વારા)વડિયા,તા.૧૫ : અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયતમાં તારીખ ૧૩/૦૬/૨૨ને બુધવાર ના રોજ બપોર બાદ ચાર વાગ્‍યે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યુ હતુ. ગ્રામસભા ના એજન્‍ડા મુજબ શરૂવાત મા વિવિધ યોજનાઓ ની માહિતી, અમલવારીની ચર્ચા,૧૪અને ૧૫મા નાણાપંચની ગ્રાન્‍ટ માથી વિકાસના કાર્યો ની ચર્ચા થઈ હતી. જયારે અંતિમ સમયમાં ગ્રામલોકો અને વિપક્ષી સભ્‍યો એ ગટર, પાણી, રસ્‍તા બાબતે મહિલાઓ એ હલ્લા બોલ કરતા સરપંચ દ્વારા ટૂંકાગાળા મા લોકોના તમામ પ્રશ્‍નો અને લેખિત રજુવાતો બાબતે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.જોકે ગ્રામસભા મા ગ્રામપંચાયત ના સભ્‍યો ની પૂર્ણ હાજરી જોવા મળી ના હતી તો વડિયા તાલુકા મથક હોવાથી સ્‍થાનિક મામલતદાર કચેરી, આરોગ્‍ય વિભાગ અને સંકલન અધિકારી, પીજીવીસીએલના અધિકારીઓ પણ ગેરહાજર જોવા મળ્‍યા હતા. જયારે સરપંચ મનીષ ઢોલરીયા, બંને તલાટી મંત્રીઓ, જિલ્લા પંચાયત સદસ્‍ય અને ગ્રામ પંચાયત ના ગણ્‍યાગાંઠ્‍યા સભ્‍યો, તાલુકા પંચાયત ના પ્રતિનિધિ, બેંકના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.વડિયા ગ્રામપંચાયતની ગ્રામસભામા લોકોના પાયાના પ્રશ્‍નો બાબતે મહિલાઓના હલ્લા બોલ સામે આશ્વાશન, અધિકારીઓની ઘેર હાજરી અને વરસાદી વિઘ્‍નના રૂપમાં સામાન્‍ય ચર્ચા સાથે પૂર્ણ કરાઈ હતી. સરપંચ અને તલાટી મંત્રી દ્વારા નોંધવામાં આવેલા લોકોની સમસ્‍યાઓ ના પ્રશ્‍નો નુ નિરાકરણ હવે આવનારા કેટલા સમય મા પૂર્ણ થાય છે. તે તો આવનારો સમય જ બતાવશે.

(11:44 am IST)