Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

કાલે ૧૦૦૮ સદ્દગુરૂ પૂ. ભોલેબાબાજીની પુણ્‍યતિથી

ઉદાસીન સંપ્રદાયના ભેખધારી મહાન સંતે પ્રગટાવેલી સેવા-સર્વની જ્‍યોત અવિરત

વાંકાનેર,તા.૧૫ : આવતીકાલે પ્રાતઃ સ્‍મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ૩૬ મી પુણ્‍યતિથિ નિમિત્તે ભાવિકો પૂજન અર્ચન કરીને ધન્‍યતા અનુભવશે,ગરવા ગિરનારની ગોદમાં તપસ્‍યા કરતા સંતો ધૂણી ધખાવીને બેઠા છે કોઈને દર્શન દેતા નથી પરંતુ કયારેક કોઈ કોઈવાર એમની કળપા દૃષ્ટિ ઉતરી આવે છે આજથી થોડા દાયકા પહેલા સૌરાષ્‍ટ્ર, ગુજરાત, રાજસ્‍થાનના માનવીઓને, ભાવિકોને પાવન કરવા ઉદાસીન સંપ્રદાયના મહાન ભેખધારી ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીનું અવતરણ થયેલ હતું પૂજ્‍ય સંતશ્રી ભોલેબાબાજીએ પ્રગટાવેલી સેવા અને ધર્મની જ્‍યોત અજેય ઝલહળી રહેલ છે આ ઓલીયા સંતે સોરઠ સૌરાષ્‍ટ્ર, ગુજરાતના હજારો લોકોને પાવન કર્યા છે એમના જીવનમાં સત ધર્મના અજવાળા પૂર્યા છે આજે ભલે સ્‍થળ દેહે વિધમાન ન હોય પરંતુ સેવકો અને ભક્‍તોના હદયમાં આજેય અમર જ છે આજે પણ જોડિયાધામની રામવાડીમાં આવેલ પ, પુ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના મંદિરમાં પૂજ્‍ય બાબાજીની મંગલ મૂર્તિના દર્શન કરીને ધન્‍યતા અનુભવે છે તેમજ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમા આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડામાં આવેલ પ.પુ. સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીના સમાધિ મંદિરમાં પુ, બાબાજીની દિવ્‍ય મૂર્તિના સૌ ભાવિક, ભક્‍તજનો દર્શન કરીને તન, મન ને શાંતિ મેળવી ધન્‍યતા અનુભવે છે આ ઉપરાંત રાજસ્‍થાનમાં બ્‍યાવરમાં પણ પુ ભોલેબાબાજીનું મંદિર આવેલ છે, સુરત, સતાધાર મૌનીઆશ્રમ, તેમજ અનેક જગ્‍યાએ બાબાજીના મંદિર છે,  પૂજ્‍ય સંતશ્રી ભોલેબાબાજીનો જન્‍મ રાજસ્‍થાનમાં બ્‍યાવર ગામમાં બ્રાહ્મણ કુળમાં માં રાધાદેવીને ત્‍યાં થયેલ હતો પિતાનું નામ ગણેશદાસજી હતુ કિશોર અવસ્‍થા વટાવીને કુમાર અવસ્‍થા તરફ પ્રયાણ કરે તે પહેલા તો જોગિંદર થવાની ત્‍યારી કરવા લાગ્‍યા બાબાજીએ કયારે દીક્ષા લીધી એ માહિતી આ-પ્રાપ્‍ય છે પરંતુ કર્ણોકર્ણમા સાંભળવા મુજબ ખુબ જ યુવાનીમાં દીક્ષા લીધી હતી

 બાબાજી ગુરૂ આજ્ઞાનો અમલ શરૂ કર્યો દીક્ષા માંગવા વળદાવનધામ મા નીકળ્‍યા અને સાધુ સંતો ની ગુરૂજીની સેવામા મસ્‍ત રહેતા હતા ઘણા સમય સદગુરૂદેવશ્રી મોહનદાસજી મહારાજ પાસે સેવા, ભંજન, તપ કર્યા બાદ શરણમુનિએ રાજસ્‍થાનમા પીડવાળા મુકામે બાર વર્ષ ધુણો સ્‍થાપી ધેધુર જંગલમાં કઠોર તપસ્‍યા કરી એ સમયે ત્‍યાં શકરભાઈ રાવલ ત્‍યાં રહેતા હતા બાબાજી પીડવાળા હતા તે અરસામાં પીડવાળા પાસેના નાળામા કુટિર બાંધી નાથ સંપ્રદાયના સંતનાથશ્રી નિરંજનદાસજી સાથે સંપર્ક થયો આ સંત પણ અદભુત હતા એ અરસામાં મોજીબાબા સંત સરિતામા ભળ્‍યા,, ત્રિવેણી સમાગમ થયો આ સિદ્ધ સંત ભજનાનદી હતા બીજાને ભોજન કરાવી આનંદ લેતા નાથ સંપ્રદાયના મહાત્‍મા શ્રી નિરંજનદાસજીએ પૃથ્‍વી પરની માયા સંકેલતા પોતાના સેવકોને પૂજ્‍ય ભોલેબાબાજીના આદેશ માનવાનું કહયું,, અજેય ત્રણેય ત્રિપુટી સંતના મંદિર છે સંતશ્રી નીરજંનદાસજીએ પંચ ભૂતમા નાળા ગામે સમાધિ સ્‍થાન બનાવયુ પૂજ્‍ય બાબાજીની આજ્ઞાથી બનેલ નિર્માણ કાર્ય બાબાજીની હાજરીમા થયું સ્‍વર્ગધામમા પૂર્ણ થયું ત્‍યારે બાબાજીએ પણ દેહ છોડી દીધો આ ભવ્‍ય મંદિર બદ્રીનારાયણ મંદિરના નામથી -ખ્‍યાત છે આ ત્રિપુટી સંત મૂર્તિ બિરાજમાન છે, પીડવાળા મા તપસ્‍યા કરતા કરતા પૂજ્‍ય ભોલેબાબાજી સૌ પ્રથમ અહમદાવાદ, ડાકોર, સુરત, નડિયાદ, ત્‍યારબાદ રાજકોટ પધાર્યા ગુજરાતમા આવ્‍યા બાદ બાબાજીને સૌ ભોલેબાબાજી તરીકે ઓળખતા,  રાજકોટમા સૌ પ્રથમ શ્રી નાથજી મઢીએ આવ્‍યા ત્‍યારબાદ શ્રી જયસુખભાઈ જશાણીના કારખાને આગમન થયેલ,  આશરે ઈ, સ, ૧૯૭૨ આસપાસ હરિદ્વાર ના કુંભમેળામા પૂજ્‍ય સંતશ્રી ભોલેબાબાજીને જોડિયા રામવાડીના મહંતશ્રી ભોલેદાસજીબાપુ મળેલા અને કહેલ આપ ગુજરાત પધારો ત્‍યારે જોડિયા આવજો, ઇ. સ .૧૯૭૪ આસપાસ જોડિયાધામની પાવન ભૂમિ ૅ રામવાડી ૅ મા પ, પુ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી સૌ પ્રથમ પધાર્યા અને ત્રણ, ચાર માસ રોકાણા ત્‍યારે પૂજ્‍ય ભોલેબાબાજીએ જોડિયા રામવાડીના અનન્‍ય સેવક શ્રી જેન્‍તીભાઈ વડેરા ને આ જગ્‍યામા શ્રી હનુમાનજી મહારાજનું મંદિર બનાવાનો આદેશ કર્યો અને ભોલેદાસજીબાપુને કહેલ આ જગ્‍યામા હનુમાનજીનો વાસ છે જેથી બાબાજીની આજ્ઞાથી સૌ પ્રથમ નાનું મંદિર ચણાયું બાલાજીની સ્‍થાપના કરી ફરી બાબાજીએ કહેલ આ જગ્‍યામા ગોળ આકારનું સાત સંતભ નું મંદિર ભવ્‍ય બનાવો બાબાજીના આદેશ અનુસાર ફરી નવું મંદિર બનેલ,,, બાલાજીની મૂર્તિ પ્રતિષ્ઠા બાબાજીની ઉપસ્‍થિતિમા કરવામાં આવેલ હતી, હનુમાનજીની સ્‍થાપના થયા બાદ બાબાજીએ કહેલ અહીંયા શ્રી રામ ચરિત્‌ માનસ ની ચોપાઈના પાઠ અનુસ્‍થાન શરૂ કરો,, બાબાજીની આજ્ઞા અનુસાર અંખડ શ્રી રામાયણજીની ચોપાઈના પાઠ જોડિયાના નગરજનોએ શરૂ કર્યા,,,, એક નહીં,, બે નહીં,, પુરા ૧૦૮ એકસોં આઠ શ્રી રામાયણજીના પાઠ જોડિયાના ભાવિકોએ કર્યા,, ત્‍યારબાદ રામવાડીમા ઈ, સ ૧૯૮૦ મા સૌ પ્રથમ સંગીતમય શ્રી રામકથા પૂજ્‍ય શ્રી મોરારીબાપુની યોજાઈ હતી ત્‍યારથી જોડિયાના સંગીતકારો બાપુની કથામાં જાય છે,, જે કથા પણ પૂજ્‍ય ભોલેબાબાજીની આજ્ઞા અનુસાર યોજાયેલ હતી ત્‍યારબાદ રામવાડીમા શ્રી રમેશભાઈ ઓઝા, શ્રી રામ કળષ્‍ણ શાષાીજી, શ્રી કિશોરદાસ અગ્રાવત, શ્રી મનહરલાલ મહારાજ, હરેશ્વરીબેન વગેરેની કથા થયેલ છે આ ઉપરાંત જૂનાગઢ ગિરનાર તળેટીમા આવેલ શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાનનું મંદિર પણ પૂજ્‍ય સંતશ્રી ભોલેબાબાની આજ્ઞા અનુસાર બનેલ છે તેમની પાવન ઉપસ્‍થિતમા પ્રાણ પ્રતિષ્ઠા થયેલ છે તૅમજ સતાધાર પાસે આવેલ શ્રી મૌની આશ્રમ ખાતે પૂજ્‍ય બાબાજી અવાર નવાર જતા ત્‍યાં સિદ્ધ સંત પુ શ્રી મૌનીબાબા હતા ત્‍યાં પણ બાબાજીની આજ્ઞા અનુસાર શ્રી વિશ્વભરનાથ મહાદેવજીનો ભવ્‍ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ ઉજવાયેલ હતો,, રાજકોટ પાસે મઈકા પણ ડાયાભાઈ ખુંટ પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજીનું મંદિરની સ્‍થાપના બાબાજીની હાજરીમા થયેલ તૅમજ થોરિયાળીમાં પેઢડીયા પરિવાર દ્વારા શ્રી ખોડિયાર માતાજીનું મંદિર બનેલ,,, પૂજ્‍ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી અવાર નવાર સેવકો, ભક્‍તજનો પાસે સંતો ના ભંડારા કરાવતા તેમજ શ્રી દ્વારકાધીશ, શ્રી નાથ દ્વારા મા ધજારોહણવિધિ કરવાનું કહેતા હતા,  પૂજ્‍ય બાબાજી પાસે જે કોઈ આવે એમને ‘‘હરીહર'' કહેતા હતા નાના, નાના મહાત્‍માની ફૂટીરે પણ બાબાજી જતા હતા, એમને કોઈને ‘‘ગુરૂમંત્ર'' આપેલ નથી બાબાજીનું કોઈ ફિક્‍સ આશ્રમ નહોતો તેવો કાયમ તીર્થયાત્રા મા પર્યાટન કરતા હતા, પૂજ્‍ય બાબાજી કહેતા ૅ ભંજન કરને સે હી આગે કી ગતિ શુભ હોતી હૈ, ભગવાન તો બહુત દયાળુ હૈ લેકિન યે સબ જન્‍મો જન્‍મ કા મેલા હૈ,, પૂજ્‍ય ભોલેબાબાજીએ સૌને સેવાનો માર્ગ બતાવ્‍યા બાદ તા, ૧૩ / ૬ / ૧૯૮૭ જેઠ વદ બીજના શ્રી ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા ખાતે દેહ છોડ્‍યો અને ગરવાં ગિરનારમા પૂજ્‍ય બાબાજીની હજારો સાધુ સંતો, ભક્‍તજનોની ઉપસ્‍થિતિમા અંતિમયાત્રા નીકળી જ્‍યાં સંતોની હાજરીમા અગ્નિદાહ આપ્‍યો, ત્‍યારબાદ પૂજ્‍ય બાબાજીનો ભવ્‍ય ભંડારો થયો અને શ્રી પ્રાણલાલ વ્‍યાસનો પોગ્રામ યોજાયેલ જે કેસેટ બાબાજીના ભજનોની ઘરે ધરે વાગવા લાગી ત્‍યારબાદ અનેક નામી અનામી કલાકારોએ ભોલેબાબાજીના ભજનો ગાયેલા છે આવતીકાલે તારીખ  : ૧૬ / ૬ / ૨૨ ને ગુરૂવારના રોજ પૂજ્‍ય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ૩૬ મી પુણ્‍યતિથિ નિમિત્તે જામનગર જિલ્લાના જોડિયામા રામવાડી આશ્રમ ખાતે બપોરે બાર કલાકે સાધુ સંતો તેમજ ભક્‍તજનો ભવ્‍ય દિવ્‍ય ભંડારો ( મહાપ્રસાદ ) રાખેલ છે તેમજ સાંજે પાંચ વાગ્‍યાંથી સમસ્‍ત હિંદુ સમાજ માટે ધૂવાણાબંધગામ જમણવાર મહાપ્રસાદ રાખેલ છે સર્વ ભાવિકોને પધારવા ભોલેબાબા સેવક સમુદાય દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે.  સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની ( ૩૬ મી પુણ્‍યતિથિ ) નિમિત્તે પૂજ્‍ય બાબાજીના ચરણોમાં કોટી કોટી વંદન,,, (અહેવાલ : હિતેશ રાચ્‍છ, વાંકાનેર , હર્ષદભાઈ વડેરા, જોડિયા )

(11:45 am IST)