Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભુરખીયાનો શખ્સ ચોરાઉ વાહન સાથે ઝડપાયો

અમરેલી : ભુરખીયા તાજપર રોડ પર એક ઇસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરનું મો.સા. લઇને નીકળતા તેને રોકી અને મો.સા.ના ચાલક પાસે સાધનીક કાગળ માંગતા મજકુર ઇસમે આધાર પુરાવા રજુ કરેલ નહી અને મજકુર ઇસમ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોકેટ કોપ મોબાઇલ ફોનમા સચ કરતા જેના રજી.નં.જી.જે.૦પ.એસ.એલ.૬૯૦૧ વાળી હોય અને મો.સા.ના. રજી.નં. મેળવી યુકતી- પ્રયુકતીથી પુછપરછ કરતા બોટાદ જીલ્લાના ગઢડા ગામે મામલતદાર કચેરીએથી સદર મો. સા. ચોરેલનું જણાવતો હોય જે સબબ ગઢડા પો. સ્ટે. એ પાર્ટ નં.૯૮-ર૦રર આઇ.પી.સી. ક. ર૭૯ મુજબ રજી  થયેલ હોય જેથી મજકુર આરોપીને સી.આર.પી.સી. ક. ૪૧ (૧) (ડી) ૧૦ર મુજબ કાયદેસર કરી સી.આર.પી.સી. ક. ૪૧ (ર) મુજબ (૧) અનીલભાઇ ઉર્ફે ગુંડો જગદીશભાઇ ગોહીલ (ઉ.વ.ર૭) ધંધો મજુરી રહે મફત પ્લોટ વિસ્તાર ભુરખીયા તા. લાઠીની અટક કરાયેલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ જે.પી.ભંડેરી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ અમરેલીનાઓની સુચનાને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. જે.પી.ગઢવી સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(11:49 am IST)