Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જસદણમાં રખડતા પશુઓમાં લમ્‍પી વાયરસ અટકાવવા રસીકરણ કરવા માંગ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ : તા. ૧૫ : રાજયમાં અનેક ગામોમાં લમ્‍પી વાયરસથી પશુના મોત થઇ રહ્યા છે. જેથી જસદણમાં રખડતા ઢોરોનું લમ્‍પી વાયરસનું રસીકરણ કરવા અંગે સામાજીક કાર્યકર અમરશીભાઇ રાઠોડે માંગ કરી હતી.

તેમના મત મુજબ એક એક ગલીમાં ૪ થી ૫ ઢોર છે. જેથી વાયરસ ફેલાવાની ભીતી વધુ હોવાથી તંત્ર  દ્વારા તાત્‍કાલિક કાર્યવાહી કરવા અંગેની માંગ કરાઇ છે.

(11:49 am IST)