Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વડિયા કોર્ટ દ્વારા સજા પામેલા રાજકોટના બે ભાઇઓ જેલ હવાલે

અમરેલી તા.૧પ : ભાવનગર રેન્જ આઇજી અશોકકુમાર ભાવનગર રેન્જના જિલ્લાઓમાં કોર્ટ તરફથી બજવણી અથે મોકલવામાં આવતા વોરંટના આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય. પોલીસ અધિાક હિમકરસિંહે કોર્ટ તરફથી મોકલવામાં આવતા વોરંટના આરોીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ આર.કે. કરમટાનાઓની રાહબરી હેઠળ એલીબી ટીમે જયુડી મેજી.ફ.ક. કોર્ટ વડીયાનાઓના અલગ અલગ ક્રિમીનલ કેસમાં કસુર વાર ઠરાવી સજાના  વોરંટો ઇસ્યુ કરેલ હોય જે બંનને આરોપીઓને (૧) નિરવભાઇ કાબાભાઇ બુહા ઉ.વ.૩૦ (ર) નિકુજભાઇ કાબાભાઇ બુહા ઉ.વ.ર રહે. નાના સખપર તા. ગોંડલ હાલ રાજકોટના કોઠારીયા રોડ, સ્વાતી પાર્કની બાજુમાં બિલેશ્વર મહાદેવ મંદિરની સામે ખોડલધામ ૪ સોસાયટીને અમરેલી જેલ હવાલે કરેલ છે.

(૧) જયુડી મેજીફ.ક. કોર્ટ વડીયાનાઓનાં ક્રિમીનલ કેસ નંબર ૧૦ર૦ - ર૦ર૧ના  કામે આરોપી નિરવ ધી નેગોશેઅીબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ગુના અંગે કસુરવાર ઠરાવી છ માસની સાદી કેદની સજાનો હુકમ થયેલ છે.

(ર) જયુડી મે.જી.ફ.ક. કોર્ટ, વડીયાનાઓના ક્રિમીનલ કેસ નંબર ૧૦રર-ર૦ર૧ના કામે આરોપી નિકુંજ ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબનાં ગુના અંગે કસુરવાર ઠરાવી છ માસની  સાદી કેદની સજાનો હુકમનો થયેલ છે.

(11:52 am IST)