Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

મીઠાપુરમાં આંબા ઓછવનું આયોજન કરાયું

મીઠાપુર : ઓખા મંડળ તાલુકાના મીઠાપુર ગામે વૈષ્ણવોમાં અનેરૂ મહત્વ ધરાવતા એવા આંબા ઓછવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. ગત તારીખ ૧૧-૬-ર૦રરના રોજ મીઠાપુર ટાટા ટાઉનશીપમાં આવેલા જે ર કવાટરના રૂમ ન.૭૩માં શ્રીમતી કૃશીતા દિલીપભાઇ કોટેચા દ્વારા ભવ્ય આંબા ઓછવ શ્રી પ્રભુની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તકે શ્રીનાથજીની છબી  પાસે આંબો ગોઠવી ખુબ જ સારી રીતે સુશોભીત   કરી એક અલગ જ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યુ હતુ. આ ભવ્ય દર્શનનો લાભ મીઠાપુરની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં લીધો હતો. (તસ્વીર - અહેવાલ : દિવ્યેશ જટણીયા - મીઠાપુર)

(11:58 am IST)