Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વિરપુર પોલીસે પીઠડીયા ગામે જાહેરમાં જુગાર રમતા ૬ પતા પ્રેમીઓને ઝડપી લીધા

જેતપુર પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી લીધોઃ બે ની શોધખોળ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧પ :  વીરપુર પોલીસે પીઠડીયા ગામે જુગાર રમતા ૬ શખ્‍સોને રૂા.૪૮ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

વિરપુર પોલીસના ધવલભાઇ ચૌહાણ, જયદેવસિંહ ઝાલા, નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમિયાન પીઠડીયા ગામે બંગલા ચોકમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા રમેશ હંસરાજભાઇ ધોરાજીયા, જેન્‍તી મંગાભાઇ  ધરજીયા, રાજેશ બચુભાઇ પરમાર, પ્રેમજી વેલજીભાઇ ગોંડલીયા, નિલેષભાઇ લખમણભાઇ તેજાણી,(રહે.તમામ પીઠડીયા)ને રોકડા રૂા.રપ,રર૦ મોબાઇલ ૪ કિ. રૂા.૧૮૦૦૦ એકસેસ મોટર સાયકલ નં. જીજે૧૧ બીસી ૮૪૬૦ કિ. રૂા.પ૦૦૦ મળી કુલ ૪૮રર૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તેમજ શહેર પોલીસે ગત રાત્રીના જુનાગઢ રોડ પર આવેલ કેનાલ પાસે વોચ ગોઠવી  એસેન્‍ટ કાર નં.જી.જે. ૦૭.-આર.૯૧૩૧ને રોકી તલાસી લેતા તેમાંથી દેશી દારૂ લીટર પ૧૦ કિ. રૂા.૧૦,ર૦૦ નો મળી આવતા કાર ચાલક સાગર ઉર્ફે બીડી ભરતભાઇ ડાભીને દેશી દારૂ કાર મોબાઇલ મળી કુલ રૂા.૬૦,૭૦૦ના મુદામાલ સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા નેતરૂ ભોજાધાર વિસ્‍તારમાં રહેતો હરેશ દિલીપભાઇ પરમાર સાથે ભાગીદારીમાં વહેચવા ગોવિંદ નારણભાઇ મોરી (જુનાગઢ) પાસેથી લાવેલ હોવાનું કબુલ કરતા પોલીસે ત્રણેય વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી કરેલ છે.

(12:56 pm IST)