Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અમરેલી ઇન્‍દીરા શાકમાર્કેટની છતમાં ગાબડા પડવાના કારણે અકસ્‍માતનો ભય

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧પ : શહેરમાં હાર્દસમા ઇન્‍દિરા શોપીંગ સેન્‍ટરમાં આવેલ શાક-માર્કેટના થડાઓનું અમરેલી પાલિકા દ્વારા ભાડુ વસુલવામાં આવે છે.આ શાકમાર્કેટમાં દાખલ થતા જ છતના સ્‍લેબમાંથી ગાબડા પડવાના કારણે સળીયા દેખાવા લાગેલ છે. શાકભાજી તેમજ કરીયાણું ખરીદવા જતા લોકો છતમાં પડેલા ગાબડાઓ જોઇને ભયના ઓથારતળે પસાર થઇ રહેલ છે જર્જરીત બનેલ છતમાંથી કોઇ ખરીદાર ઉપર ગાબડુ પડે અને ગંભીર અકસ્‍માત સર્જાય તે પહેલા નિંભરતંત્ર દ્વારા પગલા ભરવા મહિલાઓમાંથી માંગણી ઉઠેલ હતી શાક માર્કેટમાં જર્જરીત બનેલ સ્‍લેબની મરામત કરવામાં નહિ આવે તો ગાબડા રાજ સર્જાવાની દહેશત વચ્‍ચે ભારે રોષની લાગણી છવાયેલ છે શાક-ભાજીના થડા તેમજ દુકાનોનું ભાડુ વસુલવામાં પાવરધા પાલિકા ભયના ઓથાર તળે પસાર થતા લોકોની ખેવના કરવામા઼ સરેઆમ નિષ્‍ફળ જતા વેપારીઓમાં રોષની લાગણી છવાયેલ હતી હાલ ચોમાસાની સીઝન શરૂ થયેલ છે. ત્‍યારે વરસાદી પાણી સ્‍લેબમાં ઉતરે અને વધુ ગાબડા પડે તે પહેલા પાલિકા દ્વારા પગલા ભરવા માંગણી ઉઠેલ હતી.

(12:57 pm IST)