Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સાવરકુંડલા તાલુકાના અમૃતવેલમા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા

સાંસદે રૂ.૪૦ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના બિલ્‍ડીંગ અને દાતાના અનુદાનથી બનેલ સ્‍કુલ ગેટ તથા દીવાલના કામનું લોકાર્પણ કર્યુઃ સાથે સાથે પ્રાથમિક શાળામાં રૂ. ૫ લાખ રકમથી મંજુર થયેલ મધ્‍યાહન ભોજન રૂમ અને સેનિટેશનના કામનું ખાતમુહુર્ત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૫: અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના અમળતવેલ ગામે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના હસ્‍તે વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું હતું. જેમાં સરકારશ્રી તરફથી રૂ.૪૦ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના બિલ્‍ડીંગ અને દાતાના સહયોગથી રૂ.૪ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના ગેટ અને કમ્‍પાઉન્‍ડ દીવાલના કામનું લોકાર્પણ તેમજ પ્રાથમિક શાળામાં રૂ.૫ લાખના ખર્ચે મંજુર થયેલ સેનિટેશન અને મધ્‍યાહન ભોજન રૂમના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્‍યું હતું. આ તકે પૂર્વ ધારાસભ્‍ય કાળુભાઈ વિરાણી, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન પુનાભાઈ ગજેરા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવણલાલ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ લલિતભાઈ બાળધા, એ.પી.એમ.સી. ડિરેક્‍ટર  અતુલભાઈ રાદડિયા, પ્રદેશ કિસન મોરચા કારોબારી સભ્‍ય શ્રી બી.એમ.ચોવટિયા, તાલુકા યુવા મોરચા પ્રમુખ મહેશભાઈ ભાલાળા, અમળતવેલ સરપંચ પ્રતાપભાઈ ખુમાણ, દાતા આંબાભાઈ વેકરીયા, ભાજપ આગેવનો ધીરુભાઈ શીંગાળા (કેરાળા), પ્રતાપભાઈ ખુમાણ (ખડકાળા), ભૂપતભાઈ ખુમાણ (મોલડી), કાળુભાઈ લુણસર,  હિંમતભાઈ ચોવટિયા અને કનુભાઈ ગેડિયા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(12:57 pm IST)