Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ચલાલા શહેર ભાજપની કારોબારી મીટીંગ

ચલાલા (દાના ભગત) અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ જે.વી.ભાઇ કાકડીયા, શરદભાઇ પંડયાની હાજરીમાં ચલાલા શહેર ભાજપના પ્રવિણભાઇ માલવીયાના અધ્‍યક્ષ  સ્‍થાને ચલાલા  ભાજપની કારોબારી મીટીંગ મળી હતી. જેમા અનેક ઠરાવોને બહાલી અપાઇ હતી. જે અંતર્ગત આટકોટ પ્રધાનમંત્રીના કાર્યક્રમ માટે યોગ્‍ય સુવ્‍યવસ્‍થા બદલ કૌશિકભાઇ વેકરીયાનું સન્‍માન કરાયુ હતું.જેમા શરદભાઇ પંડયા, જયંતિભાઇ પાનસુરીયા, કોકીલાબેન કાકડીયા, હિંમતભાઇ દોંગા, પ્રવિણભાઇ માલવીયા,પ્રકાશભાઇ કારીયા સહીતના આગેવાનોએ સરકારની યોજનાઓ ની માહિતી તમામ લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કરવા જણાવાયુ છે. સંચાલન ભયલુભાઇ વાળાએ કર્યુ હતુ. જેમાં ગીતાબેન કારીયા,  જયરાજભાઇ વાળા, પ્રમુખો, આગેવાનો, સદસ્‍યો, યુવા ટીમ તથા મહિલા  મોરચાના સદસ્‍યો હાજર રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ પ્રકાશ કારીયા-ચલાલા)

(12:58 pm IST)