Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

વેરાવળ સોમનાથ ગેરકાયદેસર પથ્‍થરોનું ખુલ્લેઆમ વેચાણ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૫: વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં જુનાગઢ,ગીર સોમનાથ જીલ્લામાંથી રીક્ષા, ટ્રેકટરો, ટ્રકો દ્વારા રોયલ્‍ટી પાસ વગરના પથ્‍થરો ખુલ્લેઆમ વેચાય રહેલ છે જેથી સરકારને દરરોજ લાખો રૂપીયાની નુકશાની જઈ રહેલ છે જેની સામે તપાસ ની માંગ ઉઠી છે.

ગીર સોમનાથ જુનાગઢ જીલ્લાના દરીયાઈ કાંઠાના વિસ્‍તારોમાં અનેક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગેરકાયદેસર રીતે પથ્‍થરની ખાણો ધમધમે છે તે વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં મકાનો, શોપીગ સેન્‍ટર, એપાર્ટમેન્‍ટ બંધાતા હોય ત્‍યાં દરરોજ હજારો પથ્‍થરો ઠલવાઈ છે કોઈપણ રોયલ્‍ટીપાસ વગર આ પથ્‍થરો લાવવામાં આવે છે વેરાવળ સોમનાથ બાયપાસ ઉપર થી પસાર થતા આવા અનેક વાહનો મોટાભાગે રાત્રીના સમયે નિકળે છે જે અનેક જગ્‍યાએ પથ્‍થરો ડીલેવરી આપી નિકળી જાય છે.  ખેતી વાડી માટે ટે્રકટરો ખરીદ કરેલ હોય તેવા ટ્રેકટરોમાં પથ્‍થરો ભરીને નિકળી શકાય નહી તેમ છતા આવા અનેક ટ્રેકટરો ખુલ્લેઆમ નિકળે છે.

ગીર સોમનાથ જીલ્લામાં ખાણ ખનીજ વિભાગ કાર્યરત હોય તેને અનેક ફરીયાદો કરાયેલ છે તેમ છતા કોઈ કામગીરી થયેલ નથી જેથી જીલ્લા કલેકટર એસ.પી એ આવા ગેરકાયદેસર ધંધા બંધ કરાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

(12:58 pm IST)