Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જૈન શકિત એવોર્ડ

જામનગરના જૈન શકિત ગ્રુપ દ્વારા વિવિધ ક્ષેત્રમાં કાર્યરત જૈન સમાજના સેવાભાવીઓને જૈન શકિત એવોર્ડથી સન્‍માનવાનો કાર્યક્રમ કે.ડી.શેઠ ઉપાશ્રય યોજવામાં આવેલ આ સમયે જામનગરના મેયર બીનાબેન કોઠારી, જૈન સમાજના ભામાશા વી.પી.મહેતા અને શિક્ષણક્ષેત્રના અગ્રણી ભરતેશભાઇ શાહનું ગ્રુપના પ્રમુખ અજયભાઇ શેઠ, મનીષભાઇ મારૂ, વિજયભાઇ શેઠ, જય.વી.દોશી, સહિતના જૈન અગ્રણીઓએ સન્‍માન કરેલ. આ સમયે પ્રફુલભાઇ મહેતા, કલ્‍પનાબેન શેઠ, ધીરેનભાઇ મહેતા, કિરીટભાઇ મહેતા, ઉષાબેન વસા, રાજેનભાઇ મહેતા સહિતના જૈન અગ્રણી ભાઇઓ-બહેનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીર- વિશ્વાસ ઠક્કર)

(12:59 pm IST)