Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ખંભાળીયાના મોવાણ અને કલ્‍યાણપુરના માળી વિસ્‍તારમાં ૩ થી ૪ ઇંચ વરસાદ પડયો

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અનેક નાના ચેકડેમો તળાવો ભરાયા

(કૌશલ સજાવણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૫ : ખંભાળિયા સહિત દ્વારકા જિલ્લામાં ગઇ કાલે વાતાવરણમાં પલ્‍ટો આવતા ભારે ગરમી પછી વરસાદનું આગમન થયું હતુ તથા ૧૦ મીમીથી ૬૭ મીમી જેટલો વરસાદ પડયો હતો તથા ઠેરઠેર પાણી પાણી થઇ ગયું છે.

ખંભાળિયામાં ગઇ કાલે ૬૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્‍યારે ભણાવડમાં ૧૮ અને કલ્‍યાણપુરમાં ૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્‍યારે દ્વારકામાં જરા પણ વરસાદ પડયો નથી.

બે દિવસ પહેલા ખંભાળિયાના મોવાણ તથા કલ્‍યાણપુરના માળી વિસ્‍તારમાં ૩ થી ૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા અનેક નાના ચેકડેમો તળાવો પાણીથી ભરાઇ ગયા હતા. તથા ગ્રામ્‍ય પંથકમાં અનેક સ્‍થળે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. 

(1:01 pm IST)