Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જામનગરમાં ગોડાઉનના તાળા તોડીને ૪.૮૦ લાખની ધાતુની ચોરી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મહેશભાઈ ભુપતભાઈ ફલીયા, ઉ.વ.૩૭, રે. ગોકુલનગર, મોમાઈ પાનવાળી શેરી, નવાનગર સોસાયટી શેરી નં.૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર-૬-ર૦રરના શંકરટેકરી, ઉધોગનગર, મેલડીમાતાના મંદિરની સામે, રોડ, નં.૪ર૦/ર,માં ફરીયાદી મહેશભાઈના પિતાના ગોડાઉન પાછળના સટરના તાડા તોડી ગોડાઉનમાં રહેલ કોપર-પીતળની રવાન તથા પીતળનો ઠાહો તથા લોખંડ-પિતળનો ભંગાર તથા બાચકા તથા કોથળા રહેલ પ્‍લાસ્‍ટીકની સર્કીટ મળી આશરે કુલ ત્રણ ટન જેટલો ભંગાર જેની અંદાજીત કિંમત ૪,૮૦,૦૦૦/ ના મુદામાલની કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

મોટાવડાળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૬-ર૦રરના મોટાવડાળા ગામે  બસ સ્‍ટેશન સામે આવેલ પાણીના ટાંકા પાછળ આરોપીઓ મીતભાઈ નીલેશભાઈ બદાણી, દિપકભાઈ ઉર્ફે કે કે પ્રફુલદાસ ગોડલીયા, આરીફભાઈ નુરમામદભા મોગલ, ફેઝલભાઈ આરીફભાઈ પોપટપૌત્રા, રે. મોટાવડાળા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

પીઠડીયા ગામ પાસે દારૂનો જથ્‍થો ઝડપાયો : આરોપી ફરાર

કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. સરમણભાઈ રામાભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૬-ર૦રરના પીઠડીયા ગામેથી આગળ જતા રોડ ઉપર ગાયત્રી આશ્રમના કાચા રસ્‍તે આરોપી ઈનોવા ફોર વ્‍હીલ ગાડી જેના રજી.નં. જી.જે.૧ર-સી.પી.-૩૬૩૩ ના ચાલક જયદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રે. - આદીપુર(કચ્‍છ) વાળો ગુજરાતમાં દારૂબંધી હોવા છતા કાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂ રોયલ ચેલેન્‍જની બોટલ નંગ-૧૦૮ , કિંમત રૂ.પ૪,૦૦૦/- તથા ગોલ્‍ડન કલાસીક બોટલ નંગ-૯પ, કિંમત રૂ.૪૭,પ૦૦/- તથા બીયર ટીન નંગ-૪૮, કિંમત રૂ.૯,૬૦૦૦/- મળી કુલ રૂ.૪,૦૦,૦૦૦/- ના મુદામાલ સાથે કુલ કિંમત રૂ.પ,૧૧,૧૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી  જયદીપસિંહ બલભદ્રસિંહ ઝાલા રે. - આદીપુર(કચ્‍છ) વાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનીઅદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

ધ્રોલ પોલીસ સ્‍ટેશનમાં ભાવેશ ઉર્ફે ભુરો દેવજીભાઈ મુછડીયા, ઉ.વ.ર૯, રે. બેડેશ્‍વર રોડ, વૈશાલીનગર શેરી નં.૮, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪-૬-ર૦રરના જોડીયા નાકા, આઠનાળા પાસે ફરીયાદી ભાવેશ  ધ્રોલ મુકામે તેના મીત્ર રવિ મહારાજને મળવા આવેલ હતો ત્‍યારે આરોપીઓ પ્રકાશભાઈ પરમાર, મયુરશ્રીમાળી, એક અજાણ્‍યો ઈસમ હોય અને આરોપી પ્રકાશ સાથે ફરીયાદ ભાવેશ ઉર્ફે ભુરા ને જૂની માથાકુટ હોય જે બાબતનો ખાર રાખી ફરીયાદી ભાવેશ ઉર્ફે ભુરો ને આરોપી મયુર શ્રીમાળી તથા પ્રકાશ પરમારે જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મારમારી તેમજ અજાણ્‍યા ઈસમે લાકડાના ધોકા વડે ફરીયાદી ભાવેશ ઉર્ફે ભુરો ને ડાબા હાથે તેમજ જમણા પગે ઘા મારી મુંઢ ઈજા કરી તેમજ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:03 pm IST)