Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ભોપલકાનો શખ્‍સ વિદેશી દારૂના જથ્‍થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા,તા.૧૫: ભોપલકા ગામે રહેતા ઓમદેવસિંહ ભગવતસિંહ જાડેજા નામના ૨૩ વર્ષીય શખ્‍સ દ્વારા વાડીમાં છુપાવી રાખેલી રૂપિયા ૮,૯૧૦ ની કિંમતની ૨૭ બોટલ વોડકા, રૂપિયા બે હજારની કિંમતની પાંચ બોટલ વ્‍હિસ્‍કી તથા રૂપિયા ૨,૯૭૦ ની કિંમતની ૯ બોટલ આઈસ મેજીક ગ્રીન એપલ તથા એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૫,૮૮૦ ના મુદ્દામાલ સાથે કલ્‍યાણપુર પોલીસે ઓમદેવર્સિહની અટકાયત કરી હતી.

દારૂનો આ જથ્‍થો તેને જામનગરના રહીશ યોગરાજસિંહ જાડેજા તથા કલ્‍યાણપુર તાલુકાના સિદસરા ગામે રહેતા યશપાલસિંહ પ્રભાતસિંહ જાડેજા દ્વારા પહોંચાડવામાં આવ્‍યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

દ્વારકાના વધુ એક માછીમાર સામે કાર્યવાહી

રૂપેણ બંદર વિસ્‍તારમાં રહેતા સલમાન હારુન ખારાઇ નામના માછીમારે હાલ દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ અંગેનું જાહેરનામું હોવા છતાં પણ પોતાની ભારત નામની હોડી લઈને પોતાના જીવના જોખમે દરિયામાં માછીમારી કરવા જતા આ અંગે દ્વારકા પોલીસે સલમાન હારુનભાઈ સામે જાહેરનામા ભંગની કલમ મુજબ કાર્યવાહી કરી હતી.

પીધેલો બાઈક ચાલક ઝડપાયો

ઓખાના બર્માસલ ક્‍વાર્ટર વિસ્‍તારમાં રહેતા નરેન્‍દ્ર મણિલાલ તાવડીવાળા નામના ૩૪ વર્ષના શખ્‍સને સ્‍થાનિક પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં મેઈન બજાર વિસ્‍તારમાંથી રૂપિયા વીસ હજારની કિંમતનું સી.ડી. ડીલક્‍સ મોટરસાયકલ લઈને નીકળતા ઝડપી લીધો હતો.

ભાણવડનો શખ્‍સ છરી સાથે ઝડપાયો

ભાણવડમાં રહેતા હુસેન જુમાભાઈ ઘુઘા નામના ૨૮ વર્ષના સંધિ મુસ્‍લિમ શખ્‍સને સ્‍થાનિક પોલીસે રામેશ્વર પ્‍લોટ વિસ્‍તારમાંથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી. F

(1:04 pm IST)