Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સ્‍ટેશનરી વિતરણ

જામનગર જૈન મિત્ર મંડળ દ્વારા સતત નવમાં વરસે સમસ્‍ત જૈન સમાજ જામનગરના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી ખૂબ જ રાહત ભાવે નોટબુક, ચોપડા, સ્‍ટેશનરી સહિતની વિદ્યાર્થીઓને ઉપયોગી વસ્‍તુઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ કામદારવાડી ખાતે યોજવામાં આવેલ. આ સમયે આયોજનના મુખ્‍યદાતા સ્‍વ.દીનાબેન કિશોરભાઇ મહેતા પરિવારના કિશોરભાઇ પ્રભુલાલ મહેતા સહિતના સદસ્‍યો અને જૈન મિત્ર મંડળના હોદેદારો અને કાર્યકર મિત્રોની ટીમએ ઉપસ્‍થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ. (તસ્‍વીરઃ વિશ્વાસ ઠક્કર)

(1:04 pm IST)