Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

જૂનાગઢના નિવૃત શિક્ષકને માથા ભારે ઇસમો દ્વારા અપાતો ત્રાસ પોલીસે દૂર કરાવ્‍યો

જૂનાગઢ,તા.૧૫:  શહેરના ઓઘડ નાગર વિસ્‍તારમાં રહેતા અને નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય સિનિયર સીટીઝનએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, જાણ કરેલ કે, પોતાના મકાનની બાજુમાં ટ્રસ્‍ટની જમીનમાં પ્‍લોટ રાખેલ હોઈ, કાયદેસર દસ્‍તાવેજ કરાવેલ હોઈ, તેમ છતાં એક માથાભારે ઈસમને એ પ્‍લોટ લેવાનો હોઈ, નિવૃત્ત શિક્ષક વ્‍યવસ્‍થિત માણસ હોઈ, પૈસા પડાવવા માટે પ્‍લોટમાં નહિ જવાની ધમકી આપવા લાગેલ હતો. નિવૃત્ત શિક્ષક દ્વારા મચક નહિ આપતા, નિવૃત્ત શિક્ષક ની જમીન વંથલી તાલુકામાં હોઈ, ત્‍યાં પણ માથાભારે ઈસમોને કહી, શિક્ષકના ભાગિયાને અમારે માસ્‍તર પાસેથી રૂપિયા લેવાના હોઈ, તમે જમીનમાં ખેતી કરવા જતા નહિ, તેવું જણાવી, નિવૃત્ત શિક્ષકના ભાગિયા ને પણ ધમકી આપવામાં આવતા, હાલમાં વાવેતરની સીઝન હોઈ, ખેતીકામ અટકાવી દીધું હતુ. રિટાયર્ડ થયેલ અને વૃદ્ધાવસ્‍થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોઈ, પોતાને પોતાની જામીન તથા પ્‍લોટ ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સમાન કમાણી જામીન અને પ્‍લોટ બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી.

ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ હરેદ્રસિંહ ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, સ્‍ટાફના હે.કો. દિપકભાઈ, યશપાલસિંહ, વિક્રમભાઈ, સાહિલભાઈ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ધમકી આપતા જૂનાગઢ અને વંથલી તાલુકાના માથાભારે ઈસમોને સમજાવતા, માથાભારે ઈસમો દ્વારા નિવૃત્ત શિક્ષકની જમીન તથા પ્‍લોટ સાથે કોઈᅠ લેવા દેવા નહિ હોવાનું જણાવી દેવામાં આવેલ હતું. નિવૃત્ત શિક્ષક એવા વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.ᅠ

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્‍વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.

(1:05 pm IST)