Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદરઃ બનાવટી સોગંધનામા કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવા રજુઆત

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૫: ચેમ્બર ઓફ કોમર્સ  કાયદાના ચક્કરમાં દિન પ્રતિદિન વિવાદીત બનતી જાય છે.  પદનો મોહ ધરાવતી  મોભાદાર પદ ધરાવતી વ્યકિત સમાધાન તરફ આગળ વધવાના બદલે કઇ દિશા પકડેલ છે? જેનાથી સંસ્થાના હિત પ્રગતીને અવરોધ-અડચણો વિકાસ-પ્રગતીનો પ્રશ્ન ગંભીર પણે અટવાઇ પડયો છે.

સંગઠીત સંસ્થાનું હિત વિકાસ તરફ મૌન રખાશે? દરરોજ કાંઇને કાંઇ વિવાદીત હકીકત સંબંધીત કચેરીમાં કાયદેસરની કાર્યવાહી કરવા પુરાવા સાથે રજુઆત થતી રહે. લાંબો સમય આમ ચાલશે  તો વરસો જુની સંસ્થાનું ભવિષ્ય જોખમાશે.

આ સંસ્થાના પ્રબુધ અનુભવી સભ્યો હાલના પ્રબુધ્ધ અનુભવી સભ્યો હાલ નિરસ બની મુક પ્રેક્ષક બની હાલનો વિવાદ જોઇ રહયા છે. તે કેટલે અંશે વ્યાજબી છે?

એક સમય એવો હતો કે સરકારમાં નોંધ લેવાતી. વિધાનસભાના અને લોકસભા રાજસભાના સભ્યને સામે ચાલી વ્યાપાર ઉદ્યોગના પ્રશ્નો મુશ્કલીઓ સમજવા કે કાયદા કે નિયમો ઘડતા કે અમલમાં મુકતા વ્યાપાર અને ઉદ્યોગ સંસ્થાના પદાધિકારી સભ્યો સાથે વિચાર વિમર્શ સાથે મુકત ચર્ચા માર્ગદર્શન સાથે સરકારને વ્યાપાર ઉદ્યોગના વિકાસને અસર ન પહોંચે વિવાદ ઉભો થાય નહી તે માટે સાથે રાખી ચાલતા તેના બદલે ઉલ્ટુ બન્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં કર્મચારી તરીકે ફરજ બજાવી ચુકેલ દિનેશભાઇ વી.માંડવિયાએ વધુ એક ફરીયાદ સ્વરૂપે મદદનીશ ચેરીટી કમિશ્નર પોરબંદર અને શ્રી સંયુકત ચેરીટી કમિશ્નર રાજકોટને રજુઆત લેખીતમાં મોકલેલ છે. રજુ કરેલ ફરીયાદ માંગણીની હકીકત એવી છે કે ચેમ્બર સંસ્થાએ રજુ કરેલ  ફેરફાર રીપોર્ટ સંબંધે વાંધા અરજી તેમજ કહેવાતા સોગંદનામુ ફેરફાર રીપોર્ટ સાથે રજુ કરેલ રીપોર્ટમાં દર્શાવેલ વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ હીંમતભાઇ કારીયા સામે કાર્યવાહી કરવા બાબત સંદર્ભે તા.૧પ-૪-ર૦રરના રોજ રજુ કરેલ ફેરફાર રીપોર્ટ અને સોગંદનામા સંદર્ભે ચેમ્બર સંસ્થા ટ્રસ્ટ  એકટ નીચે નોંધાયેલ સંસ્થા છે જેનો નોંધણી નંબર એફ ૩૧૧ છે. તા.૬-૧ર-ર૦૦૮ થી મદદનીશ ચેરીટી કમિશ્નરમાં પબ્લીક ટ્રસ્ટ એકટથી નોંધાયેલ છે. પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯૫૦ના સંપુર્ણ આ સંસ્થાને લાગુ પડે છે.

સંસ્થાની નોંધણી બાદ નિયત નમુનામાં કોઇ ફેરફાર રીપોર્ટ રજુ કરેલ ન હતા. તા.૧પ-૪-ર૦રરના સોગંદનામુ કરેલ રજુ કરેલ છે તેમાં જીજ્ઞેશભાઇ હિંમતલાલ કારીયાએ પોતાના (પ્રમુખ તરીકે દર્શાવેલ) શખ્સોની સોગંદનામા સાથે યાદી પોરબંદરના મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રી સમક્ષ રજુ કરેલ છે. આર્ટીકલ ઓફ એસો.ની જોગવાઇઓ વિરૂધ્ધ છે. તા.૧પ-૪-ર૦રરના મદદનીશ ચેરીટી કમીશ્નરશ્રી પોરબંદર સમક્ષ જીજ્ઞેશભાઇ કારીયાએ સોગંદનામુ રજુ કરેલ છે. તે હકિકતથી વિપરીત છે. તેઓશ્રી કોઇ ફોજદારી ગુન્હા માટે દોષીત કરેલ નથી. પરંતુ પોરબંદરના સરકારી શ્રમ અધિકારીએ એ.વોર્ડ ભંગ બદલ ફોજદારી કેસ નંબર ૪૯૦/૨૦૧૮ તેઓશ્રી ગુન્હાની કબુલાત કરતા કોર્ટ દોષીત ઠેરવી રૂા. ૧૦૦૦ રૂા. દંડ અને જો દંડ ન ભરે તો સારી ત્રણ દિદસની સજા (કેદ) આ હુકમ તા.રપ-ર-ર૦૧૯ના રોજ કરેલ દંડની રકમ ભરપાઇ કરેલ છે.

કાર્યરત વર્તમાન પ્રમુખ  જીજ્ઞેશભાઇએ સોગંદનામુ રજુ કરેલ તેમાં જણાવે છે કે તા.ર૯-ર-ર૦રરની મીટીંગ ઠરાવથી તેની ટ્રસ્ટી તરીકે નિમણંુક કરવામાં આવી હતી. તેઓએ વર્ષ ર૦૧૪/૧૫ થી  કચેરીમાં રજુ કરેલ વાર્ષિક હિસાબમાં પોતાને પ્રમુખ દર્શાવી સહી કરી છે. ગુજરાત પબ્લીક ટ્રસ્ટ એકટ ૧૯પ૦ ની કલમ રર મુજબ ૯૦ દિવસની અંદર ફેરફાર રીપોર્ટ રજુઆત કરવાના હોય છે. તેમજ વિવાદીત સંસ્થાના આર્ટીકલ ઓફ એસો.ની કલમ પ (૪) અનુસાર ફોજદારી કેસમાં સજાને પાત્ર જે સત્ય સાબીત થાય તેવું પ્રતિનિધિત્વ આપોઆપ રદ થઇ જાય છે.

આ સંસ્થા યાને વિવાદીત સંસ્થાની આર્ટીકલ ઓફ એસો.ની કલમ ૯(૬) મુજબ ૧ વર્ષની હોય છે. તેમજ કોઇ વ્યકિત ૩ વર્ષથી વધારે પ્રમુખ તરીકે રહી શકે નહી આમ છતા વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ  વર્ષ ર૦૧૪-૧પ થી પોતાને પ્રમુખ તરીકે દર્શાવીને વહીવટ કરી રહયા છે તેની પુર્તતા આપની કચેરીમાં રજુ કરેલ.

પોરબંદરના પોલીસ અધિક્ષકને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશના જાહેરના ભંગની એક ફરીયાદ અરજીના તપાસ અહેવાલમાં જીજ્ઞેશભાઇ વર્ષ ર૦૧૪ થી આ સંસ્થાના પ્રમુખ છે તેવુ જણાવેલ છે. જેથી આ સંસ્થાની આર્ટીકલ ઓફ એસો.ની કલમ ૯ (પ)નો ભંગ થાય છે. વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ રજુ કરેલ  ફેરફાર  રીપોર્ટ અરજી રદ કરી. સોગંદનામામાં રજુ કરેલ હકિકત મુજબ ફોજદારી ગુન્હામાં સંડવાયેલ નથી. જે વિપરીત હકિકત સત્ય છુપાવી સોગંદ ઉપર જાહેર કરેલ હોય જેથી ફોજદારી ફરીયાદ દાખલ કરવા માંગણી કરી છે. સંસ્થાના આર્ટીકલ ઓફ એસો. માં દર્શાવેલ નિતી નિયમ મુજબ સંસ્થાનો વહીવટ થાય તેવો હુકમ કરવા અરજ ગુજારેલ છે.

આ ફરીયાદ અરજીના સમર્થનમાં દસ્તાવેજી પુરાવો પણ રજુ કરેલ છે.આ અરજી તા.૬-૬-ર૦રરના મદદનીશ ચેરીટી કમિશ્નર પોરબંદર સંયુકત ચેરીટી કમિશ્નર રાજકોટમાં આંગડીયા દ્વારા મોકલી છે.

(1:05 pm IST)