Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદરમાં વકરતો જતો લમ્પી વાયરસ વધુ ૧ પશુનું મોત : નવા ૧૬ કેસ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ : પશુઓમાં લમ્પી વાયરસ વકરતો જાય છે. લમ્પી વાયરસથી વધુ એક પશુનું  મોત નીપજતા કુલ મરણઆંક  ૭ પહોંચ્યો છે.

લમ્પી વાયરસના નવા ૧૬ કેસ આવ્યા છે કુલ ૪ર કેસ થયેલ છે લમ્પી વાયરસની વેકસીન વધુ ર૮પ ગૌવંશને અપાઇ છે જીઆઇડીસી આઇસોલેશન વોર્ડમાં હાલ ૩૩ ગૌવંશ સારવાર લઇ રહેલ છ.ે શહેરના માણેક ચોક પશ્ચિમ વિસ્તારમાં નધણીયાત પશુધન પડયા પાથર્યા રહે છ.ે વારંવાર આખલા યુધ્ધ થાય છે.જૈન દેરાસરથી ખેતલીયા મંદિર અને ગોપીનાથ હવેલી વિસ્તારમાં પશુઓ અડીંગો બનાવીને બેઠા હોય છે નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પુરતી સફાઇ થતી નથી દવા છંટકાવ પણ થતો નથી ભૂગર્ભ ગટર ઉભરાય રહી છે પાલિકા આ વિસ્તારમાંં પુરતી સફાઇ કરાવે તેવી માંગણી ઉઠી છે.

(1:09 pm IST)