Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પોરબંદર યુવા ભાજપ દ્વારા વિકાસ તીર્થ બાઈક યાત્રા

 પોરબંદર : શહેર યુવા ભાજપ દ્વારા પોરબંદર શહેરમાં યોજાયેલ  વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રામાં  પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, પોરબંદર શહેર યુવા ભાજપ પ્રમુખ  સાગરભાઈ મોદી , ગુજરાત પ્રદેશ યુવા ભાજપ કારોબારી સદસ્ય કિંજનભાઈ દત્તાણી જોડાયા હતા. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા યુવા ભાજપ મહામંત્રીઓ ંજગદીશભાઈ બાપોદરા, રામભાઈ કુછડીયા તથા પોરબંદર શહેર યુવા ભાજપ મહામંત્રી સંદીપભાઈ પાંજરી , તથા આ વિકાસ તીર્થ બાઈક તિરંગા યાત્રા કાર્યક્રમના ઇન્ચાર્જ હાર્દિકભાઈ રાજા અને  ભકાભાઈ ઓડેદરા હાજર રહ્યા હતા તથા યુવા ભાજપના હોદ્ેદારો,  કાર્યકરો હાજર રહ્યા હતા.

(1:12 pm IST)