Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

સૌરાષ્‍ટ્રની ૬૬ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ પાસે પીજીવીસીએલના રૂા. ૪૧૫ કરોડના બાકી લેણા

૫-૫ વર્ષથી બિલ પેન્‍ડીંગ : વસુલાતમાં ઢીલ : નોટીસ - ચેતવણીની કોઇ અસર થતી નથી : વીજ કનેકશન કાપી શકાતા નથી

નવી દિલ્‍હી તા. ૧૫ : સરકારી પાવર ડીસ્‍ટ્રીબ્‍યુશન કંપની પીજીવીસીએલના ૪૧૫ કરોડ રૂપિયા સૌરાષ્‍ટ્રની ૬૬ મ્‍યુનિસીપાલિટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી લેણા બોલે છે. મુશ્‍કેલીએ છે કે પીજીવીસીએલ તેમનો સપ્‍લાય કાપી પણ નથી શકતી કેમકે જો તેમ કરે તો લોકોના ઘરોમાં પાણીનો સપ્‍લાય બંધ થઇ જાય. અનેકવાર નોટીસ અને ચેતવણીઓ આપવા છતાં આ રૂપિયા હજુ બાકી જ બોલે છે.

પીજીવીસીએલના જનરલ મેનેજર કે એમ મલ્‍કાનનો સંપર્ક કરતા તેમણે કહ્યું ‘પ્રજાને અસરકર્તા હોવાથી અને વોટર વર્કસ અને સ્‍ટ્રીટ લાઇટના કનેકશનો કાપી નથી શકતા.' વધુમાં લોકોના પ્રતિનિધિઓ સામે કડક પગલા પણ લઇ શકાતા નથી એટલે પીજીવીસીએલ પાસે હવે એક માત્ર વિકલ્‍પ સરકારી મદદનો જ રહ્યો છે. ૨૦૧૪માં એક સમજૂતી કરવામાં આવી હતી. જેના હેઠળ ગુજરાત મ્‍યુનીસીપીલ ફાઇનાન્‍સ બોર્ડ અને અર્બન ડેવલોપમેન્‍ટ બોર્ડ બીલ બાકી મૂળ રકમ ચૂકવી દેખાઇ હતી. જ્‍યારે વ્‍યાજની રકમ પીજીવીસીએલ દ્વારા માફ કરવામાાં આવી હતી.

સીનીયર અધિકારીઓએ કહ્યું કે, આ બાકી રહેલી રકમનો બોજ પ્રામાણીક રેસીડેન્‍શીય અને ઇન્‍ડસ્‍ટ્રીયલ ગ્રાહકો પર ભાવ વધારા રૂપે પડે છે. પીજીવીસીએલને પોતાના રોજીંદા કામ અને નવા પ્રોજેકટ માટે બજારમાંથી નાણા લેવા પડે છે.

સામે મ્‍યુનિસિપાલિટીઓ એવું કહે છે કે, અમારી પાસે નાણા નથી. સાવરકુંડલાના ઇન્‍ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરીયાએ કહ્યું, લોકોને પાણી વિતરણ કરવાનો ખર્ચ બહુ વધારે છે કેમકે અમારે જમીનમાંથી પાણી ખેંચીને વિતરણ કરવું પડે છે. અમારી મેઇન્‍ટેનન્‍સ કોસ્‍ટ બહુ વધારે છે અને અમારી પાસે વોટર વર્કસના બીલ ચૂકવવા માટે પુરતું ફંડ નથી. ગયા વર્ષે અમને પ્રોપર્ટી ટેક્ષ ફકત ૪૯ ટકા મળ્‍યો હતો.

(1:14 pm IST)