Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

દામનગરની મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલયમાં રાજય સરકાર દ્વારા પુસ્તકોની ભેટ

(વિમલ ઠાકર દ્વારા) દામનગરઃ શહેરની મણીભાઇ સાર્વજનિક પુસ્તકાલયમાં રાજય સરકાર દ્વારા બાળ વિભાગમાં ૨૫ હજારની કિંમતના પુસ્તકો ભેટ અપાયા હતા.જે બદલ સંસ્થા પ્રમુખ હરજીભાઇ નારોલા, નટુભાઇ ભાતિયા, જીવનભાઇ હકાણી, રજનીભાઇ ધોળકીયા, વસંતભાઇ ડોબરીયા, ગણેશભાઇ નારોલા સહિતના વાચકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

વાંચનાલયને વિકાસ સંશોધન, શોર્ય, વીરપુત્રો, વિજ્ઞાન, પ્રવાસકથા, પ્રેરક કથા જેવી પુસ્તક શૃંખલાની ભેટ બદલ ટ્રસ્ટીઓએ આભાર માન્યો હતો

(1:34 pm IST)