Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

પિતાના મરણ પાછળની લૌકિકવિધીની રકમ, વિદ્યાર્થીઓનાં હિતાર્થે વાપરી

સાવરકુંડલા,તા.૧૫ :  જોગીદાસ ખુમાણની વંશ પરંપરાનાં ખુમાણ પરિવારના મોભી એવા, નિવૃત પોલીસ ઇન્સ્પેકટર બદરૂબાપુ આપાબાપુ ખુમાણનું અવસાન થયેલ. ત્યારે તેમના સમગ્ર પરિવારે તેમની પાછળ થતી તમામ વિધી જેવી કે બેસણુ, દશાનું જમણ, કારજનું જમણ, તિથી ભોજન સંદતર બંધ રાખીને તે બચાવેલ રકમમાંથી સાવરકુંડલામાં શ્રી સુર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડલ ટ્રસ્ટને રૂા. ૨,૫૦,૦૦૦ના ખર્ચે તમામ વિદ્યાર્થીઓને શુધ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળે રહે તે માટે એકવા ઓટોમેટિક આરઓ વોટર એન્ડ ચીલર પ્લાન્ટ ભેટ આપ્યો. જેનાથી સનરાઇઝ સ્કૂલનાં ૧૫૦૦ બાળકોને આ પ્લાન્ટનો લાભ મળશે. ખુમાણ પરિવારે આવું ઉમદા કાર્ય કરી સમાજને એક ઉતમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

(1:28 pm IST)