Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

ગીરગઢડામાં અઢી, કોડીનાર-ઉના-તાલાલા-વેરાવળ ઉમરાળા-સાવરકુંડલા દોઢઃ વંથલી કાલાવડ-સુત્રાપાડામાં ૧ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલ વાતાવરણ વચ્‍ચે વરસતો હળવો ભારે વરસાદ

રાજકોટ,તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્‍ચે આજે બપોરે ઝાપટાથી અઢી ઇંચ વરસાદ પડયો છે. જેમાં ગીર સોમનાથ જીલ્લામાં ગીર ગઢડામાં અઢી ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે કોડીનાર, ઉના, તાલાલા, વેરાવળ તથા ભાવનગરના ઉમરાળા અને અમરેલીના સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે જૂનાગઢના વંથલી અને કાલાવડ-સુત્રાપાડામાં ૧ ઇંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત ખાંભા, ધારી, ભાવનગર, ગોંડલ, ગારીયાધાર, ઘોઘા, તળાજા, વલ્લભીપુર, ઉપલેટા, રાજકોટ, કોટડાસાંગાણી, જામકંડોરણા, માણાવદર, કેશોદ, ભેંસાણ, જૂનાગઢ, વિસાવદરમાં ઝાપટામાંથી માંડીને અડધો ઇંચ વરસાદ પડયો છે.

(4:11 pm IST)