Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

બાબરા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ દેશ ભક્તિ નો માહોલ સર્જાયો

સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ જીલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા સહીત આગેવાનો જોડાયા

બાબરા:  શહેરમાં આજે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તિરંગા યાત્રા નુ આયોજન કરાયુ હતું બાબરા ના તાપડીયા આશ્રમ ખાતે થી વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી મેઇન બજાર નાગરિક બેંક ચોક જીવનપરા ચમારડી ઝંપા થી સરદાર સર્કલ સુધી યાત્રા યોજાઇ હતી  જીલ્લા ના સાંસદ નારણભાઇ કાછડીયા પુર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઇ ઉધાડ જીલ્લા ભાજપ ના પ્રમુખ કૌશિક ભાઇ વેકરીયા જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા જીલ્લા પંચાયત ના ચેરમેન નિતિનભાઈ રાઠોડ પ્રભારી સી,કે સરવૈયા મયુરભાઇ હીરપરા રામભાઇ સાનેપરા જનકભાઈ તળાવીયા જગદીશભાઈ નાકરાણી બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નગરપાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા મહામંત્રી બીપીનભાઇ રાદડીયા રાજુભાઈ વિરોજા, જીલ્લા પંચાયત ના સભ્ય હીંમત ભાઇ દેત્રોજા ,શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્તાફભાઇ નથવાણી શહેર ભાજપ ઉપપ્રમુખ દિપક કનૈયા વંસતભાઇ તેરૈયા અંકુરભાઇ જસાણી પૂર્વ નગરપાલિકા ના પ્રમુખ હસનભાઇ અગવાન હરેશભાઈ આગજા સહીતના હીન્દુ મુસ્લિમ ખોજા સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા શાળા ના બાળકો વિવિધ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા આઝાદી ના અમૂક મહોત્સવ નું આયોજન કરાયું હતું જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના આહવાન થી સમગ્ર દેશમાં 15 મી ઓગસ્ટ  પૂર્વ તિરંગા યાત્રા યોજાઇ હતી બાબરા ના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડે બાબરા શહેર ની જનતા ને આ યાત્રા મોટી સંખ્યામાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા એ શહેર ની જનતા નો આભાર માન્યો હતો

(12:27 pm IST)