Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

જામનગર મહાનગરપાલિકા દ્વારા 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ચાંદી બજાર ચોકમાં યોજાઇ

રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ હર તિરંગા અભિયાનના વિજેતાઓને ઉપસ્થિત ધારાસભ્ય પદાધિકારી અધિકારીઓના હસ્તે સન્માનિત કરાયા

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા 76મા સ્વાતંત્ર્ય પર્વની શહેરના ચાંદી બજાર ચોક વોર્ડ નંબર નવ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી.
આજે આપણે સ્વાતંત્ર્ય પર્વના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ આઝાદીનાં ૭૫ વર્ષનો અમૃત મહોત્સવ પણ ઉજવ્યો જેના ભાગરૂપે હર ઘર  તિરંગા અભિયાન પણ ઉજવી ચૂક્યા છીએ આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી મેયર શ્રીમતી બીનાબેન કોઠારી ના વરદ હસ્તે ચાંદી બજારના ચોકમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજનો આ સ્વાતંત્ર પર્વ આપણા સૌ માટે એક યાદગાર દિવસ બની રહેશે આજે આપણે આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વોર્ડ નંબર 9 માં કરી રહ્યા છીએ ત્યારે સૌ નગરજનો અને શ્રેષ્ઠીઓ નું તેમજ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ નું હું હાર્દિક સ્વાગત કરું છું.
આજે આપણે સૌ દેશવાસીઓ સાથે મળીને સ્વાતંત્ર્ય પર્વના આ પાવન અને સ્વર્ણિમ સૂર્યોદયને જોવા માટે ઇસવી સન 1857 થી 1947  સુધી એમ 90 વર્ષ સુધી સ્વતંત્ર સંગ્રામ ચાલ્યો હતો. ત્યારબાદ 1947માં ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ આવનારી પેઢી ને આપણે આ સ્વતંત્રતાનું મહત્વ સમજાવવું જોઈએ અને સ્વાતંત્ર્ય સંગ્રામની જાણકારી પણ આપવી જોઈએ હું સલામ કરું છું એ બહાદુર જવાનોને તેઓ સમગ્ર ભારત રાષ્ટ્રની હવાઈમાર્ગે, દરિયાઈ માર્ગે અને જમીન માર્ગે દેશના સીમાડા ઉપર પોતાના પ્રાણની આહુતિ આપી દેશની રક્ષા કરી રહ્યા છે તેઓ પોતાના પરિવારથી દૂર રહી આપણા સૌનું આતંકવાદની સામે રક્ષણ કરી રહ્યા છે તેમને હું આ સ્વાતંત્ર્ય પર્વના દિવસે વંદન કરું છું.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ આપણું ગુજરાત રાજ્ય પણ સૌના સાથ અને સહકાર સૌનો વિશ્વાસની સાથે અગ્રીમ મહાનગર બની રહ્યું છે તેમજ સતત શહેર ના વિકાસની વણથંભી યાત્રા પણ આગળ વધી રહી છે, શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે મેગા ફ્લાયઓવર બ્રિજ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાથી સાત રસ્તા સર્કલ સુધીના 3.75 km ના ફ્લાય ઓવર બ્રીજનું કામ  પ્રગતિમાં છે દિગ્જામ સર્કલ થી એરપોર્ટ રોડ પર એલ.સી નંબર 199 ઉપર રેલવે ઓવર બ્રિજ બનાવવાનું કામ પણ  પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ભુજીયા કોઠા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આગવી ઓળખની ગ્રાન્ટમાંથી રક્ષિત સ્મારક ભુજીયા કોઠા રેસ્ટોરેશન તથા reproduction કરવાનું કામ પ્રગતિમાં છે.
જામનગર શહેરના saru section road પોલિસ હેડ ક્વાર્ટર્સ પાછળ આવેલ ટીપી સ્કીમ નં.1 ની 12043 ચોરસ મીટર જગ્યામાં બનાવવામાં આવનાર છે જેમાં વિવિધ પ્રકારની મલ્ટી પર્પસ indore ગેમ નો સમાવેશ કરવામાં આવશે.
સુભાષ બ્રિજ થી ગુલાબ નગર સુધી હયાત રોડને કટીંગ કરવાનું કામ પણ  શરૂ કરવામાં આવનાર છે, તેમજ રાધિકા સ્કૂલ થી હાપા માર્કેટિંગ યાર્ડ રોડ સુધીના હયાત રોડને asfalt કાર્પેટ કરવાનું કામ શરૂ કરવામાં આવનાર છે શહેરના વિવિધ વિસ્તારો સમર્પણ સર્કલ અને નંદ નિકેતન સ્કૂલ સહિતના વિસ્તારોમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે
આ ઉપરાંત વાલસુરા મરીન ચોકડીથી ગુલાબ નગર ઓવરબ્રિજ રોઝી પોર્ટ રીંગ રોડ નું કામ પણ પૂર્ણ થયે આ માર્ગ પરના ટ્રાફિકમાં ઘટાડો થશે.
રણમલ તળાવ પ્રવેશ દ્વાર નંબર પાંચ પાસે આવેલ બાલ્કની બારી વાળી જગ્યામાં સાયન્સ નોલેજ પાર્ક બનાવવાનું કામ પણ આયોજન હેઠળ છે આ કામ પૂર્ણ થવાથી શહેરની શાન સમા રણમલ તળાવ પાસે વધુ એક recreational સ્પોર્ટ ડેવલપ થશે. નાના બાળકો તથા શહેરીજનો માટે આ સાયન્સ કોલેજ પાર્ક આકર્ષણનું કેન્દ્ર બનશે આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના બી એલ સી ઘટક હેઠળ કેન્દ્ર તથા રાજય સરકાર ના સંયુક્ત સહાયથી પોતાની રીતે ઘરનું ઘર બનાવવા માટે અનેક અરજીઓ મંજુર  કરેલ છે.
નલ સે જલ યોજના અન્વયે જામનગર શહેરની હદમાં નવા ભળેલા વિસ્તારોમાં પાઇપલાઇનના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે અને 7000 જેટલા રહેણાંક હેતુ માટે નવા નવા કનેક્શન આપવામાં આવ્યા છે , આ ઉપરાંત UCDશાખા દ્વારા ગુજરાત સરકાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ સખીમંડળોને વિવિધ બેંકો દ્વારા 0% વ્યાજ પર લોન આપવામાં આવેલ છે તેમજ ભારત સરકાર દ્વારા covid-19 મહામારીને લીધે અસરગ્રસ્ત થયેલા શહેર ના ફેરિયાઓ મજૂરી કામ કરતા લોકોને પ્રધાનમંત્રી street vendors આત્મનિર્ભર નિધિ લોન્ચ કરવામાં આવેલ છે આ યોજના હેઠળ અનેક લાભાર્થીઓને વિવિધ બેંકો દ્વારા લોન આપવામાં આવેલ છે.

જામનગર શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે જે રકમ ફાળવેલ છે તે બદલ હું સરકારનો તથા સંસદ સભ્ય પૂનમબેન માડમ , પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ પૂર્વ રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા નો શહેરના વિકાસ અર્થે વખતોવખત જામનગર મહાનગર પાલિકાને ગ્રાન્ટ ફાળવેલ છે તેઓ પ્રત્યે પણ હું આભારની લાગણી વ્યક્ત કરું છું શહેરના વિકાસમાં જામનગર મહાનગર પાલિકાના પદાધિકારીઓ સાથી કોર્પોરેટરઓ મહાનગરપાલિકાના વહીવટી વડા તરીકે કમિશનર  તેમજ જવાબદાર અધિકારીઓ નો આ તકે ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે.
આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો  સાંસ્કૃતિક કાર્યક્રમના બાળકોને ધારાસભ્ય અને પદાધિકારીઓ દ્વારા પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા , તેમજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલ હર ઘર તિરંગા અભિયાનના વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ જામનગર શહેરમાં પશુઓની સારવાર માટે અન્ય જિલ્લામાંથી સેવા આપેલ વેટનરી ડોક્ટરોને  સન્માનિત કરવામાં આવ્યા હતા જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ online GK  કોમ્પિટિશન ના  વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ જામનગર મહાનગરપાલિકા અને જામનગર ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે યોજાયેલ હેરિટેજ ફોટોગ્રાફી ના વિજેતાઓનું પણ ઉપસ્થિત પદાધિકારીઓ અધિકારીઓ અને કોર્પોરેટરો ના હસ્તે પ્રમાણપત્ર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
76 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાયેલા ધ્વજવંદન કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી ,પૂર્વ કેબિનેટ મંત્રી તથા હાલ 79 વિધાનસભાના ધારાસભ્ય આર.સી.ફળદુ  ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર ,માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, માનનીય કમિશનર વિજયકુમાર ખરાડી સાહેબ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા માનનીય, શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, માનનીય ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય મનીષભાઈ કનખરા ,સાંસ્કૃતિક સમિતિના ચેરપર્સન શ્રીમતી હર્ષાબા પી. જાડેજા ,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા ,મહામંત્રી  મેરામણભાઈ ભાટુ, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,નાયબ કમિશનર એ.કે.વસ્તાણી   આસિ. કમિશનર  બી.જે. પંડ્યા ચીફ ફાયર ઓફિસર K.K. bishnoi,  વોર્ડ નંબર 9ના કોર્પોરેટરો નીલેશભાઈ કગથરા,ધર્મીનાબેન સોઢા તેમજ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો ડિમ્પલબેન રાવલ ,ક્રિષ્નાબેન સોઢા, અમિતાબેન બંધીયા, શારદાબેન વિંઝુડા ,સરોજબેન વિરાણી ,તૃપ્તિબેન ખેતીયા, શોભનાબેન પઠાણ, સોનલબેન કણજારીયા, ગોપાલ ભાઈ સોરઠીયા, અલકાબા જાડેજા,રાહુલભાઈ બોરીચા, કેતનભાઇ નાખવા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી શહેર સંગઠનના હોદ્દેદારો મોનિકા બેન વ્યાસ, શહેર યુવા મોરચાના પ્રમુખ  દિલીપ સિંહ જાડેજા, જિલ્લા યોગ કોચ અને રમત ગમત વિભાગ ના કન્વીનર પ્રીતિબેન શુક્લા સહિતના કોર્પોરેટરો પદાધિકારીઓ અધિકારીઓ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(7:45 pm IST)