Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “રાષ્ટ્ર પ્રથમ..રાષ્ટ્ર સર્વોપરી” કાર્યક્રમ અને તિરંગા યાત્રા યોજાઈ

મોરબી : મોરબીની પી.જી.પટેલ કોલેજમાં તા.14/08/2022 ના રોજ સંસ્થાના પ્રમુખશ્રી દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્યશ્રી ડો. રવિન્દ્ર ભટ્ટ ની રાહબરી હેઠળ “રાષ્ટ્ર પ્રથમ…રાષ્ટ્ર સર્વોપરી” શીર્ષક હેઠળ રાષ્ટ્ર ભક્તિને સમર્પિત કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્ર ના સંઘચાલક અને મોરબીના અગ્રણી તબીબ એવા ડો. જયંતિભાઈ ભાડેસિયા સાહેબ હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે આરએસએસના હોદેદારો જયંતિભાઈ રાજકોટિયા,રાજુભાઇ બદરકીયા, અલ્પેશભાઇ ગાંધી, મયુરભાઈ શુક્લ, વિજયભાઈ રાવલ, ડો.વિજયભાઈ ગઢીયા તેમજ અન્ય હોદેદારો તથા લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગના તુષારભાઈ દફતરી, કુતુબભાઈ ગોરૈય, મનીષભાઈ આદ્રોજા, તથા જયદીપભાઈ બારા ઉપસ્થિત રહ્યા હતા

. સમગ્ર કાર્યક્રમમાં સજાવટ અને શણગાર દેશભક્તિની થીમ ઉપર કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્થાના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટે સૌને આવકાર્યા હતા મુખ્ય અતિથિ ડો.જયંતિભાઈ ભાડેસિયા સાહેબ તથા સંસ્થાના પ્રમુખશ્રી દેવકારણભાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું ત્યારપછી કોલેજના વિધાર્થીઓએ રાષ્ટ્ર ભક્તિ ઉપર વિવિધ ડાન્સ, ગીતો, ડ્રામા અને વકતવ્યો રજૂ કર્યા હતા. ઉપરાંત કોલેજના તેજસ્વી વિધાર્થીઓ અને સમગ્ર યુનિવર્સિટી માં પ્રથમ ક્રમાંક મેળવનાર વિધાર્થીઓ નું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

 કાર્યક્રમના અંતે મોરબી પોલીસ અને પી.જી.પટેલ કોલેજના સંયુક્ત ઉપક્રમે મોરબીના જાહેર માર્ગો ઉપર તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિધ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર આયોજન ને સફળ બનાવવામાટે કોલેજના તમામ પ્રાધ્યાપકો અને કોલેજના વિધાર્થીઓએ છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

(8:57 pm IST)